ઓવરલોડિંગ ટ્રકને 2 લાખનો મેમો આપ્યો, ડ્રાઇવરે કોર્ટમાં ભરી રકમ

News18 Gujarati
Updated: September 12, 2019, 10:26 PM IST
ઓવરલોડિંગ ટ્રકને 2 લાખનો મેમો આપ્યો, ડ્રાઇવરે કોર્ટમાં ભરી રકમ
ઓવરલોડિંગ ટ્રકને 2 લાખનો મેમો આપ્યો, ડ્રાઇવરે કોર્ટમાં ભરી રકમ

નવા મોટર વ્હીકલ એક્ટમાં અત્યાર સુધીનો સૌથી મોટો દંડ

  • Share this:
નવા મોટર વ્હીકલ એક્ટ(motor vehicle act 2019) ના કારણે લોકોને ઘણો મોટો દંડ થઈ રહ્યો છે. દંડની રકમના બધા રેકોર્ડ તોડવાનો મામલો દિલ્હીમાં સામે આવ્યો છે. દિલ્હીમાં એક ટ્રક ચાલકને બે લાખ રુપિયાનો મેમો આપવામાં આવ્યો છે. રામ કિશન નામના ટ્રક ડ્રાઇવરને દંડના રુપમાં બે લાખ 500 રુપિયા ભરવા પડ્યા છે.

આટલો મોટો દંડ ભરનાર ટ્રક હરિયાણા પાર્સિંગની છે. આરોપ છે કે ટ્રકમાં 43 ટનની વસ્તુ ભરેલી હતી, જ્યારે ટ્રકમાં 25 ટન વસ્તુ ભરવાની જ પરમિશન હતી. જેથી 18 ટન વધારે ભરવાના કારણે દંડ કરવામાં આવ્યો હતો. ગત રાત્રે મુકરબા ચોકથી ભલસ્વા તરફ જતા હરિયાણા પાર્સિંગની ટ્રકનો મેમો ફાડવામાં આવ્યો હતો. આ વિશે ટ્રક માલિકનું કહેવું છે કે આ વિશે તેને કશી ખબર ન હતી કે તેની સાથે અન્યાય થયો છે.આ પણ વાંચો - 30 સપ્ટેમ્બર સુધી PUCમાં રાહત, HSRP નંબર પ્લેટ લગાવવા માટે વધુ એક મહિનો લંબાવાયો

આ દિલ્હીમાં અત્યાર સુધી સૌથીનો મોટો મેમો છે. ટ્રક માલિકે ઓવરલોડિંગ પર 2 લાખ 500 રુપિયાનો દંડ ભર્યો છે. ટ્રક ડ્રાઇવરે રોહિણી કોર્ટમાં દંડની રકમ ભરી હતી. ઉલ્લેખનીય છે કે નવા મોટર વ્હીકલ એક્ટમાં જે વધારે દંડની જોગવાઇ છે, તેનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતમાં આ દંડની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
First published: September 12, 2019, 10:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading