શીના મર્ડર કેસમાં ટ્વિસ્ટ! ડ્રાઈવરે કહ્યું, ઈંદ્રાણીએ હત્યા કરી પીટરને કર્યો હતો ફોન

Kaushal Pancholi | News18 Gujarati
Updated: January 9, 2018, 5:34 PM IST
શીના મર્ડર કેસમાં ટ્વિસ્ટ! ડ્રાઈવરે કહ્યું, ઈંદ્રાણીએ હત્યા કરી પીટરને કર્યો હતો ફોન

  • Share this:
શીના બોરી મર્ડર કેસમાં મંગળવારે મોટો ખુલાસો થયો છે. આ મામલામાં ડ્રાઈવર શ્યામવરે મહત્વની જુબાની આપી છે. તેણે કહ્યું છે કે જે જગ્યાએ ઈંદ્રાણી મુખર્જીએ શીનાની લાશને બાળી અને જમીનમાં દાટી હતી ત્યાંથી જ તેણે પીટરને ફોન કરીને હત્યાની જાણકારી આપી હતી.

આ પહેલા ઈંદ્રાણીએ મુંબઈની સીબીઆઈ અદાલતમાં કહ્યું કે શીનાની હત્યામાં તેમનો પતિ પીટર મુખર્જીનો હાથ હોઈ શકે છે. પીટરની કોલ ડિટેઈલ નીકાળવી જોઈએ.

આ પહેલા ઈંદ્રાણી મુખર્જીએ 'લાલચ અને દુર્ભાવના' થી તેની દિકરીને ગાયબ કરાવી હશે. જો કે તેણે પીટર પર સ્પષ્ટ આરોપ નથી લગાવ્યો પરંતુ તે પણ કહ્યું હતું કે પીટર અને તેનો પૂર્વ ડ્રાઈલર શ્યામવર રાય શીનાના અપહરણ, ગુમ થવાની હતી અને સબૂતોને નષ્ટ કરી શકે છે.

પીટર સાથે છૂટાછેડા લેવા હતા ઈંદ્રાણીને
ઈન્દ્રાણીના કહેવા પ્રમાણે પીટર અને અન્યોએ મને ફસાવવા માટે સ્થિતિ અને સૂચનામાં હેરાફેરી કરી છે. આ વર્ષ જાન્યુઆરીમાં ઈન્દ્રાણી કોર્ટમાં પીટર મુખર્જી સાથે છૂટાછેડા કરવાની ઈચ્છા દર્શાવી ચુકી છે.

વર્ષ 2012માં થઈ હતી શીના બોરાની હત્યાવર્ષ 2012માં 24 એપ્રિલના રોજ શીના બોરાની હત્યા થઈ હતી. પરંતુ આ મામલાનો ખુલાસો 2015માં થયો જ્યારે ઈંદ્રાણીએ ડ્રાઈવર શ્યામવર રાયને હથિયાર રાખવાના આરોપમાં ધરપકડ થઈ હતી. ઈંદ્રાણી પર આરોપ છે કે તેણે પોતાના પૂર્વ પતિ સંજીવ ખન્ના અને ડ્રાઈવર સાથે મળીને ઈંદ્રાણીના પહેલા લગ્નમાં થયેલ દિકરી શીનાની હત્યા કરી દીધી હતી. 25 એપ્રિલના રોજ તેના મૃતદેહને ડિસ્પોઝ કરવામાં આવ્યો હતો.
First published: January 9, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading