પાકિસ્તાનના એફ-16 લડ્ડાકૂ વિમાનને નિયંત્રણ રેખાથી દૂર ભગાડતી વખતે પીઓકેમાં પડ્યું હતું ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનું વિમાન. જો કે તે પછી હાલ તે સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છે. પણ એક ક્ષણ તેવી પણ હતી જ્યારે પાકિસ્તાને અભિનંદનને મારવાનો પ્રયાસ કર્યો હતો. તેની એજ ઇચ્છા હતી કે અભિનંદન સુખરૂપ ભારત ના જાય. તે સમયે વોર રૂમથી અભિનંદનને નિયંત્રણ રેખા પાર કરતા જ પરત ભારત આવી જવાનો સંદેશ મોકલવામાં આવ્યો હતો. પણ પાકિસ્તાનને અભિનંદનના વિમાનનું કમ્યુનિકેશન સિસ્ટમ જ જામ કરી દીધી હતી. જેના કારણે અભિનંદન સુધી આ સંદેશો પહોંચી નહતો શક્યો. અને વિમાન ક્ષતિગ્રસ્ત થતા તેમને પાકિસ્તાનમાં વિમાનમાંથી કૂદી જવું પડ્યું હતું.
હિંદુસ્તાન ટાઇમ્સમાં છપાયેલી ખબર મુજબ જો વિંગ કમાન્ડર અભિનંદનના મિગ 21માં એન્ટી જૈમિંગ ટેકનોલોજી હોત તો તેમને આ સંદેશો મળવાની સાથે જ તે ભારત પાછા આવી શક્યા હોત. પણ પાકિસ્તાને ભારતીય વાયુસેનાના આ વિમાનના કમ્યુનિકેશનની સિસ્ટમને જામ કરી દેતા તે મોટી મુશ્કેલીમાં મુકાયા હતા.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં અભિનંદનને જે બહાદૂરી બતાવી તેના કારણે જ 15 ઓગસ્ટના રોજ તેમની વીર ચક્રના સન્માનથી સન્માનિત કરવામાં આવશે. પણ એક સમયે પાકિસ્તાનની આ કરતૂતના લીધી જ અભિનંદનનો જીવ જોખમમાં મૂકાયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર