12 વર્ષનાં ભીમની સમજણથી ટળ્યો ટ્રેન અકસ્માત, બિહાર સરકાર કરશે સન્માન

બિહારનાં 12 વર્ષનાં ભીમ યાદવે પોતાની સમજણથી રેલ અક્સમાત થતા ટાળ્યો. આ કારણે હજારો લોકોની જિંદગી બચી.

બિહારનાં 12 વર્ષનાં ભીમ યાદવે પોતાની સમજણથી રેલ અક્સમાત થતા ટાળ્યો. આ કારણે હજારો લોકોની જિંદગી બચી.

  • Share this:
ચંપારણ: બિહારનાં ચંપારણ જિલ્લાનાં મંગલાપુર ગામમાં રહેનારાં 12 વર્ષના ભીમની સમજથી અહીં ટ્રેન એક્સિડન્ટ થતા થતા ટળ્યો. કહેવાય છે ને કે સમજદારી માટે કોઇ ઉંમરની જરૂર નથી. આ જ વાત બિહારનાં 12 વર્ષનાં ભીમ યાદવે સાબીત કરી. પોતાની સમજણથી તેણે રેલ અક્સમાત થતા ટાળ્યો. આ કારણે હજારો લોકોની જિંદગી બચી. આમ તો ફક્ત 12 વર્ષનો છે ભીમ પણ તેની હિંમત અને બહાદુરી કોઇ પુખ્ત વયનાં વ્યક્તિથી ઓછી નથી. અને આ જ બહાદુરીથી પ્રધાવિત થઇ બિહાર રાજ્યનાં અધિકારીઓએ તેને સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે.

શું હતી આખી ઘટના
આ ઘટના 18 ડિસેમ્બરની સવારની છે. જ્યારે 12 વર્ષનો ભીમ તેનાં બગિચા તરફ જઇ રહ્યો હતો. તે સમયે તેણે ગોરખપુર-નારકાતિગંજ રેલ્વે લાઇન પર તુટેલો રેલ ટ્રેક જોયો હતો. આ જોતા જ તે જેટલી ઝડપથી જઇ શકે તે ઝડપે ટ્રેક પર જ દોડવા લાગ્યો અને તેની શર્ટ ઉતારીને લહેરાવા લાગ્યો. જેથી સામેથી આવતી ટ્રેન રોકાઇ જાય જેમાં હજારો યાત્રીઓ સવાર હતા.

12 વર્ષનો ભીમ યાદવ બિહારનાં પશ્ચિમ ચંપારણ જિલ્લાનાં મંગલાપુરનો રહેવાસી છે. જે મંગલાપુર સ્થિત સરકારી મિડિલ સ્કૂલમાં ભણે છે. 5માં ધોરણમાં ભણનારા ભીમે અદમ્ય સાહસનો પરિચય આપ્યો. પશ્ચિમ ચંપારણ જિલ્લાનો રેલ્વે ટ્રેક ખરાબ હતો. પણ આ વિશે કોઇ ટ્રેકમેનને જાણકારી હતી કે ન તો રેલ્વે ડ્રાઇવરને. આ જ સમયે તેણે ટ્રેક પર ટ્રેનને આવતા જોઇ. ભીમ યાદવે આ સમયે
ખુબજ સાહસ સાથે ભયાનક ઠંડીમાં તેની લાલ ટીશર્ટ કાઢી અને પાટા પર તેની ટિશર્ટ લહેરાવતો દોડવા લાગ્યો.. જેથી ટ્રેનમાં સવાર લોકોનો જીવ બચાવી શકાય. ડ્રાઇવરે તુરત જ ટ્રેન રોકી અને જેને કારણે એક્સિડન્ટ થતા બચી ગયો. અને એક મોટી દૂર્ઘટના ટળીભીમ યાદવની બહાદુરીને કારણે હજારો જીવ બચી ગયા. સરકાર ઉપરાંત દેશ-વિદેશનાં ચર્ચિત લોકોએ સોશઇયલ મીડિયા પર ભીમની બહાદૂરીની પ્રસંશા કરી.

સન્માનિત કરશે સરકાર
ભીમની બહાદુરી જોઇને સરકારે તેને સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે. આ મુદ્દે સ્થાનિક જિલ્લા શિક્ષણ અધિકારી હરેન્દ્ર ઝાએ પણ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, વાસ્તવમાં આ બહાદુરી ભર્યુ પગલું છે. અમે તેની બહાદુરી માટે અને હજારો લોકોનાં જીવ બચાવવા બદલ ઇનામ આપીશું. જે રોકડ કે પછી કોઇ પ્રમાણ પત્ર હોઇ શકે છે. અમે હાલમાં આ વિશે કોઇ નિર્ણય કર્યો નથી. પણ એકવાત નિશ્ચિત છે કે આ દીકરાને ઇનામ જરૂર મળશે.

તો આ મુદ્દે ઇસ્ટ સેન્ટ્રલ રેલવેનાં ચીફ પબ્લિક રિલેશન ઓફિસર રાજેશ કુમારે કહ્યું કે, વાસ્તવમાં અમે આ બહાદૂર બાળક પર ગર્વ છે અને અમે તેની બહાદુરીને સલામ કરીએ છીએ
First published: