યુપી સરકારના ગૃહ વિભાગ તરફથી જારી કરેલ એક વિજ્ઞપ્તિમાં ચંદ્રશેખરને છોડવાની વાત કરવામાં આવી છે. આ મામલે સહારનપુરના મેજીસ્ટ્રેટ એ કે પાંડેયને પણ ઓર્ડરની કોપી મોકલાવી દીધી છે
મે 2017માં રાષ્ટ્રીય સુરક્ષા કાનુન (રાસુકા)ના ભંગ બદલ સહારનપુર જેલમાં બંધ રહેલા એસસી-એસટી નેતા અને ભીમ આર્મીના સંસ્થાપક યુવા નેતા ચંદ્રશેખર ઉર્ફે રાવણને યુપી સરકારે છોડી મુકવાનો નિર્ણય કર્યો છે. સરકારે ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર પર લાગેલો રાસુકા હટાવી લીધો છે.
યુવા નેતા પર ત્રણ મહિના પહેલા રાસુકો હટાવી લીધો છે. આ પહેલા બે અન્ય વ્યક્તિઓ સામેનો પણ રાસુકો કાનુન યુપી સરકારે રદ કરી દીધો હતો. યુવા નેતા પર સહારનપુર હિંસા ભડકાવવાનો આરોપ હતો.
યુપી સરકારના ગૃહ વિભાગ તરફથી જારી કરેલ એક વિજ્ઞપ્તિમાં ચંદ્રશેખરને છોડવાની વાત કરવામાં આવી છે. આ મામલે સહારનપુરના મેજીસ્ટ્રેટ એ કે પાંડેયને પણ ઓર્ડરની કોપી મોકલાવી દીધી છે રાવણ સાથે અન્ય ત્રણ લોકોને પણ છોડી મુકવામાં આવશે.
માનવામાં આવે છે તે આ પગલાથી બીજેપી એસસી-એસટી વર્ગને પોતાની સાથે જોડવાનો પ્રયત્ન કરી રહી છે.
શું છે મામલો?
સહારનપુરના શબ્બીરપુર ગામમાં સહારનપુર હિંસાની શરૂઆત થઈ હતી.આ પછી ભીમ આર્મીએ એસસી-એસટી શોષણ સામે 9 મે 2017ના રોજ સહારનપુરમાં મહાપંચાયત બોલાવી હતી. પોલીસે તેની મંજુરી આપી ન હતી. જોકે તેનું આમંત્રણ કાર્ડ સોશિયલ મીડિયા પર જાહેર થઈ ગયું હતું. હજારો લોકો મહાપંચાયતમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. આ પછી ભીમ આર્મીના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ચંદ્રશેખર સામે મામલો નોંધ્યો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર