ભૈય્યુજી સાથેની મહિલા કોણ છે? આત્મહત્યાના એક દિવસ પહેલા ગયા હતા મળવા

News18 Gujarati
Updated: June 13, 2018, 3:58 PM IST
ભૈય્યુજી સાથેની મહિલા કોણ છે? આત્મહત્યાના એક દિવસ પહેલા ગયા હતા મળવા
News18 Gujarati
Updated: June 13, 2018, 3:58 PM IST
ભૈય્યુજી મહારાજે મંગળવારે ઇન્દોરમાં સિલ્વર સ્પ્રિંગ સ્થિત પોતાના જ ઘરમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. તેમણે તરત જ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં. તેમની પાસેથી સુસાઇડ નોટ પણ મળી હતી. આ બધાની વચ્ચે ભૈયુજી મહારાજનો એક મહિલા સાથેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ વાઇરલ વીડિયો ભૈય્યુજી મહારાજના મોતના એક દિવસ પહેલાં સોમવારના રોજ બપોરે આશરે 3.30 વાગ્યે ભૈયુજી મહારાજ એક મહિલાને ‘અપના સ્વીટ્સ’ નામની રેસ્ટોરન્ટમાં મળ્યા હતા. અહીં તેઓ અંદાજે એક કલાક સુધી રોકાયા હતા. તેમણે અહીં જ્યુસ પણ પીધું હતું. તેમને મળવા આવેલી મહિલા લાલ-ગુલાબી જેવા કુર્તામાં દેખાય છે. તેઓ અલગ અલગ ગાડીઓમાં રેસ્ટોરન્ટમાં આવ્યાં હતાં.કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તે મહિલા બાળકોના એડમિશન માટે ભૈયુજી મહારાજને મળવા આવી હતી. આ મહિલા ઇન્દોરની રહેવાસી છે.

નોંધનીય છે કે 2005મા સીમા વાનખેડે નામની મહિલાએ તેમના પર આરોપ મૂકયો હતો કે ભૈયુજી મહારાજે તેમને લગ્ન કરી છોડી દીધી. મહિલાએ આરોપ મુકયો કે ભૈયુજીથી તેમને એક દીકરો પણ છે. આ ઉપરાંત પણ જ્યારે ભૈયુજી મહારાજે બીજા લગ્ન કર્યા હતા ત્યારે મલ્લિકા રાજપૂત નામની અભિનેત્રીએ તેમની પર આરોપ લગાવ્યાં હતાં. તેમની પહેલી પત્નીની મૃત્યું 2015માં થઇ હતી અને તેમણે બીજા લગ્ન 2017માં કર્યાં હતાં. બંન્ને લગ્નથી તેમને એક-એક દીકરી છે.
First published: June 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर