BSNLના 1.7 લાખ કર્મચારીઓને નહીં મળે જૂનની સેલેરી!
News18 Gujarati Updated: June 24, 2019, 6:44 PM IST

દેશની સૌથી મોટી સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલે સરકારને કહ્યું છે કે કંપની પાસે કામને આગળ યથાવત્ રાખવા માટે પૈસા નથી

- News18 Gujarati
- Last Updated: June 24, 2019, 6:44 PM IST
દેશની સૌથી મોટી સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલે (BSNL) સરકારને કહ્યું છે કે કંપની પાસે કામને આગળ યથાવત્ રાખવા માટે પૈસા નથી. કંપનીએ કહ્યું છે કે પૈસા ના હોવાના કારણે જૂનમાં લગભગ 850 કરોડ રુપિયાની સેલેરી આપવી મુશ્કેલ છે. તમને જણાવી દઈએ કે બીએસએનએલની લગભગ 55 ટકા રકમ પગારની ચુકવણીમાં જાય છે. કંપનીનું પગાર બિલ વાર્ષિક 8 ટકાના દરે વધી રહ્યું છે. કંપનીની આવક સ્થિર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 3 મહિના પહેલા બીએસએનએલની આર્થિક સ્થિતિનીનું નિરીક્ષણ કર્યું હતું અને આ દરમિયાન કંપનીના ચેરમેને પીએમને એક પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. જોકે આ બેઠક પછી પણ સમસ્યાનું કોઈ સમાધાન થયું નથી કે લગભગ 1.7 લાખ કર્મચારીઓવાળી કંપની કેવી રીતે આ સંકટમાંથી બહાર આવશે.
એક્સપર્ટના મતે બીએસએનએલ દેશની સૌથી વધારે ખોટ કરનાર કંપનીમાંથી એક છે. બ્રોકરેજ હાઉસના રિપોર્ટ પ્રમાણે બીએસએનએલે ડિસેમ્બરે 2018ના અંત સુધી 90,000 કરોડ રુપિયાથી વધારેનો ઓપરેશનલ ખોટ ઉઠાવી છે.
આ પણ વાંચો - ભારતની 1.1 કરોડ મહિલાઓની નોકરી પર જોખમ, જાણો તેનું કારણએમટીએનએલમાં આવકના મુકાબલે સેલરીનો અનુપાત વધીને 90 ટકા સુધી પહોંચી ગયો છે. જ્યારે બીએસએનએલમાં આ લગભગ 67-70 ટકા છે. એમટીએનએલ ઉપર લગભગ 20,000 કરોડનું દેવું છે. જ્યારે તેની વાર્ષિક કમાણી 2700 કરોડ રુપિયા છે.
બીએસએનએલ ઉપર 13,000 કરોડ રુપિયાનું દેવું છે, જ્યારે વાર્ષિક આવક 32,000 કરોડ છે. એવો પણ અંદાજ છે કે આગામી 5 થી 6 વર્ષમાં એમટીએનએલના 16,000 કર્મચારી અને બીએસએનએલના લગભગ અડધા કર્મચારી નિવૃત્ત થઈ જશે.
પ્રધાનમંત્રીને લખી ચિઠ્ઠી - ઓલ ઇન્ડિયા ગ્રૈજુએટ એન્જીનિયર્સ એન્ડ ટેલિકોમ ઓફિસર્સ એસોસિયેશને (AIGETOA) આ પહેલા 18 જૂને એક પત્ર લખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી કે પૈસાના સમસ્યાથી ઝઝુમી રહેલી બીએસએનએલને આર્થિક રુપથી સહાયતા આપે. પૈસા ન હોવાથી કંપનીનું કામ અને સેવાઓનું મેંટનન્સ પ્રભાવિત થઈ રહ્યું છે. અમને પૂરો વિશ્વાસ છે કે આ આર્થિક સંકટમાંથી બહાર આવવા સરકાર તરફથી જે પણ આર્થિક સહાયતા અમને મળશે. તેનાથી બીએસએનએલ ફરીથી લાભકારી કંપનીમાં સામેલ થઈ શકશે.