ભૈય્યુજીએ આ વ્યક્તિના નામે કરી દીધી તમામ સંપત્તિ, જાણો કોણ છે?

News18 Gujarati
Updated: June 13, 2018, 2:56 PM IST
ભૈય્યુજીએ આ વ્યક્તિના નામે કરી દીધી તમામ સંપત્તિ, જાણો કોણ છે?
ભૈય્યુજી પોતાની બધી સંપત્તિ તેમના સેવક અનો સૌથી નજીકના વિનાયકના નામે કરી
News18 Gujarati
Updated: June 13, 2018, 2:56 PM IST
આધ્યાત્મિક ગુરૂ ભૈય્યુજી મહારાજ આત્મહત્યા કેસમાં નવો વળાંક આવી ગયો છે. પોલીસને એક સુસાઇડ નોટ મળી છે જેમાં લખ્યું છે કે ભૈય્યુજી પોતાની બધી સંપત્તિ તેમના સેવક અનો સૌથી નજીકના વિનાયકના નામે કરી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે વિનાયક છેલ્લા 15 વર્ષથી ભૈય્યુજી મહારાજ સાથે રહે છે. તેને ભૈય્યુજીના સૌથી નજીક માનવામાં આવે છે. સુસાઇડ નોટના બીજા પાન પર તેમણે પોતાનો આશ્રમ, પ્રોપર્ટી અને નાણાંની બધી જ જવાબદારીઓ વિનાયકને આપી છે.

ભૈય્યુજી મહારાજે લખ્યું છે કે, 'વિનાયક પર વિશ્વાસ રાખુ છું એટલે તેને આ બધી જવાબદારી આપુ છું અને આ કોઇના દબાણમાં આવીને નથી લખી રહ્યો. જ્યારે ભૈય્યુજી મહારાજે જાતને ગોળી મારી ત્યારે તે ઘરમાં જ હાજર હતો.'

પોલીસે ભૈય્યુજી મહારાજના મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ ઉપરાંત રિવોલ્વર, મોબાઇલ, ટેબ, લેપટોપ, ફોન સાથે 7 ગેજેટ્સ જપ્ત કરી લીધા છે. પરિવાર અને આશ્રમ સાથે જોડાયેલ લોકો સાથે પૂછતાછ થઇ રહી છે.

ભૈય્યુજી મહારાજની સુસાઇડ નોટ


ડીઆઈજી હરિનારાયણાચારી મિશ્રે કહ્યું કે, 'સુસાઈડ નોટમાં વિનાયક અંગે વાત કરી છે. આ માણસ 15-16 વર્ષોથી તેમની દેખરેખ કરે છે. તેમની જ સાથે રહેતા હતાં. આ તથ્યો અંગે પણ પોલીસ વધુ તપાસ હાથ ધરશે. સંભાવના છે કે તે તેમની ઘણી નજીક રહ્યાં હશે એટલે ભાવનામાં આવીને તેમણે વિનાયકનું નામ લખ્યું હશે.'

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઘરમાં ભૈય્યુજી મહારાજ, માતા તથા સેવક વિનાયક અને યોગેશ હતાં. પત્ની ડો. આયુષી બહાર ગઇ હતી. આ ઉપરાંત બે સેવક પણ હતાં જેમને સવારે 11 વાગે નીચે મોકલી દીધા હતાં. તેઓ પુણેમાં રહેતી ભૈય્યુજી મહારાજની દીકરી પુણેથી આવવાની હતી તેથી તેનો રૂમ વ્યવસ્થિત કરતા હતાં.
First published: June 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर