GST અને નોટબંધી અર્થવ્યવસ્થા માટે લાભદાયી: અનિલ બોકિલ

Sanjay Joshi | News18 Gujarati
Updated: December 25, 2017, 5:11 PM IST
GST અને નોટબંધી અર્થવ્યવસ્થા માટે લાભદાયી: અનિલ બોકિલ
અનિલ બોકિલ (ફાઇલ તસવીર)

પુણેની સંશોધન સંસ્થા અર્થક્રાંતિના સ્થાપક અને ચીફ ઇકોનોમિસ્ટ બોકિલે જણાવ્યું હતું કે વ્યાવસાયિક લેવડદેવડમાં પારદર્શિતા હોવી જોઈએ, જે માત્ર બેન્કિંગ સેવાઓ મારફત જ શક્ય બને છે

  • Share this:
પુણેની સંશોધન સંસ્થા અર્થક્રાંતિના સ્થાપક અને ચીફ ઇકોનોમિસ્ટ અનિલ બોકિલે જણાવ્યું હતું કે વ્યાવસાયિક લેવડદેવડમાં પારદર્શિતા હોવી જોઈએ, જે માત્ર બેન્કિંગ સેવાઓ મારફત જ શક્ય બને છે.

તેઓ જયપુરમાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા આયોજિત સેમિનાર 'વર્તમાન અર્થનીતિ અને ગ્રાહક' વિષય પર સંબોધન કરી રહ્યા હતા. અનિલ બોકિલે જણાવ્યું હતું કે આગામી સમયમાં નોટબંધીના હકારાત્મક પરિણામો જોવા મળશે. ભ્રષ્ટાચાર, કાળાં નાણાં અને આતંકવાદની દોડને અટકાવવા માટે નોટબંધી આવશ્યક હતી. ઊંચા મૂલ્યની નોટો બંધ થવાને કારણે નકલી નોટો બંધ થઈ જશે. તેમણે જણાવ્યું હતું કે દેશના અર્થતંત્રને સુધારવા માટે જીએસટી ઉપયોગી સાબિત થશે.

આ અવસર પર રાજસ્થાનના શિક્ષણપ્રધાન વાસુદેવ દેવનાનીએ જણાવ્યું હતું કે વધુમાં વધુ નાણાં કમાવાની વિચારસરણી બધા રોગોનું જડ છે. જ્યારે વિચારસરણીમાં પરિવર્તન આવશે ત્યારે ધીરે ધીરે ગ્રાહક પંચાયતના ઉદ્દેશ સાકાર થતા દેખાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારે શિક્ષણક્ષેત્રે અનેક ફેરફારો કર્યા છે. ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ પર નિયંત્રણ લાવવા માટે ફીનો કાયદો બનાવાયો છે અને પ્રથમવાર ખાનગી શૈક્ષણિક સંસ્થાઓના ફીના નિર્ણયમાં વાલીઓની પ્રતિક્રિયા નક્કી કરવામાં આવી છે.
First published: December 25, 2017, 4:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading