લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને લંચમાં પીરસવામાં આવ્યું બીફ, થયો વિવાદ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે લંચમા બીફ પીરસવાના કારણે વિવાદ

બીસીસીઆઈએ ટ્વિટ કરીને મેનુનો ફોટો પોસ્ટ કર્યો હતો. જોકે એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે તેમાં માંસ ગાયનું હતું કે ભેંસનું. કારણ કે ભેંસના માંસ માટે પણ બીફ શબ્દનો ઉપયોગ થાય છે

 • Share this:
  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે લંચમા બીફ પીરસવાના કારણે વિવાદ થઈ ગયો છે. ત્રીજા દિવસે લંચ દરમિયાન મેનુમાં ‘બ્રેજ્ડ બીફ પાસ્તા’પણ સામેલ હતા. બીસીસીઆઈએ ટ્વિટ કરીને મેનુનો ફોટો પોસ્ટ કર્યો હતો. જોકે એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે તેમાં માંસ ગાયનું હતું કે ભેંસનું. કારણ કે ભેંસના માંસ માટે પણ બીફ શબ્દનો ઉપયોગ થાય છે.

  આ ડિશ સિવાય મેનુમાં ગ્રિલ્ડ ચિકન, દાળ મખની, બટરનટ સ્કવેશ સૂપ, ચિકન ટિક્કા કરી જેવું ખાવાનું પણ તૈયાર કરવામાં આવ્યું હતું.

  ગૌમાંસ ઉપર ભારતમાં પ્રતિબંધ છે પણ ઇંગ્લેન્ડમાં તેના પર પ્રતિબંધ નથી. જોકે ભારતની સ્થિતિ જોતા વિવાદ ઉભો થાય તેવી સંભાવના છે. સોશિયલ મીડિયા પર લોકોએ સવાલ ઉઠાવવાના પણ શરૂ કરી દીધા છે.  બીસીસીઆઈ લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન રોજ લંચની ડિશ વિશે સોશિયલ મીડિયા પોસ્ટ કરે છે. એક દિવસ પહેલા નારિયલ સૂપ, બેક્ડ સી બ્રીમ, ચિકન કારબોનારા પાસ્તા, દાલ, પાલક જેવી ડિશ પણ હતી.  ઉલ્લેખનિય છે કે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ક્રિસ વોકિસની અણનમ સદી (120) અને જોની બેરિસ્ટોની અડધી સદી (93)ની મદદથી ઇંગ્લેન્ડે ભારત સામે પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે. ભારતના 107 રનના જવાબમાં ઇંગ્લેન્ડે ત્રીજા દિવસના અંતે 6 વિકેટ ગુમાવી 357 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડે 250 રનની લીડ મેળવી લીધી છે
  Published by:Ashish Goyal
  First published: