બાડમેર: મહિલાએ ત્રણ ભુલકાઓને કુંડમાં ફેંકી પોતે પણ લગાવી છલાંગ, ચારેયનાં મોત

News18 Gujarati
Updated: October 20, 2018, 12:28 PM IST
બાડમેર: મહિલાએ ત્રણ ભુલકાઓને કુંડમાં ફેંકી પોતે પણ લગાવી છલાંગ, ચારેયનાં મોત
દુર્ઘટના બાદ ગમગીન બેઠેલા ગ્રામજનો

બાડમેર શહેરનાં સદર થાના વિસ્તારમાં એક માએ પોતાનાં ત્રણ માસૂમ ભુલકાઓને કુંડમાં ફેંકી દીધા બાદ પોતે પણ છલાંગ લાવી દીધી અને આત્મહત્યા કરી નાંખી, ઘટના બાદ ગામમાં ચકચાર મચી ગયો.

  • Share this:
રાજસ્થાનમાં સ્યુસાઇડ કેપિટલથી કુખ્યાત થયેલાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર આવેલા બાડમેર જિલ્લામાં ફરી એક વખત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બાડમેર શહેરનાં સદર થાના વિસ્તારમાં એક માએ તેનાં ત્રણ માસૂમ બાળકોને પાણીનાં કુંડમાં ફેંકી દીધા અને બાદમાં પોતે પણ કુદીને આત્મહત્યા કરી લીધી. ધટના બાદ ગામમાં ચકચાર મચી ગયો છે. ઘટના સ્થળે પોલીસ પહોચી ગઇ અને બાદમાં ચારેય મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. આત્મહત્યાનું કારણ હજુ પણ અકબંધ છે

જાણકારી મુજબ, ઘટના બાડમેર શહેરનાં સદર થાના વિસ્તરાનાં સનાવડા ગામની પાસે સિયાગપુરા ઢાણીની છે. સિયાગપુરા નિવાસી રામારામની પત્ની હીરો દેવીએ તેનાં ત્રણ બાળકો ધર્મારામ, હરીશ અને ભગવાનારામને શુક્રવારે મોડી રાત્રે ઘરનાં આગળ બનેલા કુંડમાં ફેંકી દીધા હતા અને બાદમાં પોતે પણ તે કુંડમાં છલાંગ લગાવી દીધી હતી. જેમાં ચારેયની ડુબીને મોત થઇ ગઇ હતી. ઘટના સમયે પરિવારનું કોઇ સભ્ય ઘરમાં હાજર ન હતું. મહિલાનો સૌથી મોટો દીકરો 5 વર્ષનો હતો.

પિયર પક્ષનાં લોકોનાં આવ્યા બાદ થશે મૃતદેહનું પોસ્ટમોર્ટમ

થોડા સમય બાદ ઘટનાની જાણ આખા ગામમાં થઇ ગઇ અને બાદમાં પોલીસને પણ સૂચિત કરવામાં આવ્યાં. જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગ્રામવાસીઓનાં સહયોગથી મૃતદેહને કુંડની બહાર કઢાવ્યા હતાં. પોલીસે આ મામલે મૃતકોનાં પિયર પક્ષને સુચના મોકલાવી હતી. પીયર પક્ષનાં લોકોનાં આવ્યા બાદ મૃતદેહને મેડિકલ બોર્ડથી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ઘટનાની જાણકારી મળથા જ લોકોનાં ટોળા એકઠા થઇ ગયા. હાલમાં પોલીસ આત્મહત્યાનું કારણ જાણવામાં લાગી છે.

 
First published: October 20, 2018, 12:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading