UPમાં મોદીની રેલીમાં ગઈ મહિલા તો પતિએ કહ્યું તલાક...તલાક..તલાક...

Network18 | News18 Gujarati
Updated: December 10, 2017, 2:15 PM IST
UPમાં મોદીની રેલીમાં ગઈ મહિલા તો પતિએ કહ્યું તલાક...તલાક..તલાક...
Network18 | News18 Gujarati
Updated: December 10, 2017, 2:15 PM IST
મુસ્લિમ મહિલાઓને મળતી ત્રણ વાર તલાક પર હજુ કાયદો નથી બન્યો ત્યારે ફરી એકવાર એક મહિલા આ તલાકનો શિકાર બની છે. તેના પતિએ તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પક્ષમાં રેલીમાં હાજર રહેવા જેવી બાબત પર મારી હતી.

ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં એક મહિલાને તેની જ માંગ ભારે પડી છે. બરેલી જિલ્લાની સાયરા નામની મહિલા કે જેણે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીની બહેન ફરહત નકવીની સાથે મળી તમામ મહિલાઓએ ત્રણ તલાક પર કડક કાયદો બનાવવાની માંગ કરતી રેલી કાઢી. સાયરાએ સરકારના કાનૂન બનાવવાની ખુશી વ્યક્ત કરવા માટે પીએમ મોદીના પક્ષમાં રેલી કાઢી હતી અને આ વાતની જાણ થતા મહિલાના પતિએ પહેલા તો મહિલાને બહુ મારી અને ત્યાર બાદ તેને ત્રણ વખત તલાક આપીને ઘરમાંથી બહાર કાઢી મૂકી.

મહિલાને પોતાના એક વર્ષના બાળક સાથે ઘરની બહાર કાઢી મૂકી હતી. આ મહિલા પોતાના પિયર પક્ષની સાથે પોલીસ સ્ટેશને પહોંચી અને ન્યાયની માંગણી કરી હતી. પોલીસે તેને સાથ ન આપતા આ પીડિતાએ પોતાના અધિવક્તા સાથે મળી કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.
First published: December 10, 2017
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...