વર્લ્ડ કપમાં PAKના બોયકોટ પર કેન્દ્રીય મંત્રી બોલ્યા - દરેક ક્ષેત્રમાં ના જ કહેવી જોઈએ

વર્લ્ડ કપમાં PAKના બોયકોટ પર કેન્દ્રીય મંત્રી બોલ્યા - દરેક ક્ષેત્રમાં ના જ કહેવી જોઈએ

જે લોકો વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન રમવાની માંગણી કરે છે, તેમની માંગણી ખોટી નથી - રવિશંકર પ્રસાદ

 • Share this:
  પાકિસ્તાન સામે 19 જૂને રમાનાર વર્લ્ડ કપની મેચ પર ખતરાના વાદળો મંડારાઈ રહ્યા છે. એવી અટકળો છે કે બીસીસીઆઈ આ મેચમાં ટીમ ઇન્ડિયાને રમવા દેશે નહીં. હાલ બીસીસીઆઈના અધિકારીઓ આમામલે વેટ એન્ડ વોચની પોલિસી અપનાવી રહ્યા છે. બીજી તરફ કાનુન મંત્રી રવિશંકર પ્રસાદનું કહેવું છે કે પુલવામાં હુમલા પછી હાલની સ્થિતિ જોતા આપણે હાલ પાકિસ્તાનને દરેક ક્ષેત્રમાં ના જ કહેવી જોઈએ.

  રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે પુલવામાં હુમલામાં આપણે 40 જવાન ખોયા છે. આતંકવાદ અને આતંકીઓને લઈને પાકિસ્તાનનું વલણ પૂરી દુનિયા જોઈ રહી છે. બંને દેશો વચ્ચે ચીજો નોર્મલ નથી. આવા સમયે જે લોકો વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન રમવાની માંગણી કરે છે, તેમની માંગણી ખોટી નથી. આ યોગ્ય માંગણી છે.

  આ પણ વાંચો - સરકાર ના પાડશે તો વર્લ્ડકપમાં પાકિસ્તાન સાથે નહી રમે ભારત: BCCI સૂત્ર

  રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ક્રિકેટ ઉપર તો કોઈ કોમેન્ટ કરી શકું નહીં પણ એ જરુર કહીશ કે જે લોકો આવી ડિમાન્ડ કરી રહ્યા છે તેમને ખોટા કહી શકાય નહીં. તમે જોયું હશે કે પુલવામાં હુમલા પછી બોલિવૂડ ઇવેન્ટ અને કંસર્ટ કેન્સલ થય છે. પાકિસ્તાનની કલાકારોને પણ બોયકોટ કરવામાં આવી રહ્યા છે. કારણ કે બંને દેશો વચ્ચે બાબતો નોર્મલ નથી.

  આ પણ વાંચો - ઓપરેશન ક્લીન બોલ્ડ: બિહાર-ઝારખંડ ક્રિકેટમાં 'ભ્રષ્ટાચાર' અંગે મોટો ખુલાસો

  ANIના ટ્વિટ પ્રમાણે BCCIના સુત્રોએ કહ્યું છે કે સ્થિતિ થોડા દિવસો પછી સ્પષ્ટ થશે, જ્યારે વર્લ્ડ કપ નજીક આવશે. આઈસીસીનું આની સાથે કોઇ લેવા દેવા નથી. જો તે સમયે સરકારને લાગશે કે આપણે ન રમવું જોઈએ તો નિશ્ચિત છે અમે નહીં રમીએ.
  Published by:Ashish Goyal
  First published: