બેંકોને બેડ લોનથી હમણાં કોઈ રાહત નહિ મળે : RBI

News18 Gujarati
Updated: June 27, 2018, 7:40 PM IST
બેંકોને બેડ લોનથી હમણાં કોઈ રાહત નહિ મળે : RBI

  • Share this:
બેડ લોનથી પીડાઈ રહેલી બેંકોને હાલમાં કોઈ રાહત મળવાની નથી. ભારતીય રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, એનપીએના કેસમાં હજી વધુ વધારો થઈ શકે છે.

ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા મંગળવારે એની નાણાકીય સ્ટેબિલિટી રિપોર્ટમાં જણાવ્યું હતું કે જો અર્થતંત્રની સ્થિતિ વર્તમાન સમય પ્રમાણે રહેશે તો માર્ચ 2019 સુધી NPA 12.2 ટકા પર પહોંચી શકે છે. NPA ગયા નાણાકીય વર્ષની 11.6 ટકાથી વધુ રહેશે.

આ ઉપરાંત RBIએ બેંકોની ઘટી રહેલી આવક અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. આ કેન્દ્રીય બેંકે કહ્યું હતું કે નફો ઘટવાને કારણે બેન્ક પોતાના સંભવિત નુકસાનને ઓછું કરવા માટે પૈસા અલગથી નથી રાખતી. આ કારણે તેને આવા ઝટકાઓનો સામનો કરવો પડશે.

અહેવાલમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે જો અર્થતંત્રની સ્થિતિ વધુ બગડે છે તો આ આંકડો માર્ચ સુધીમાં 13.3 ટકા પણ પર પહોંચી શકે છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે સરકારી બેન્કોનો આ દર 17.3 ટકાના આંકડાને સ્પર્શી શકે છે.

NPAના બોજ સાથે સંકળાયેલી બેન્કો સામે નાણાકીય કૌભાંડ પણ એક નવો પડકાર બની રહ્યું છે. આ કૌભાંડો વિશે પણ આરબીઆઇએ ચેતવણી આપી છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2018માં સૌથી વધુ બેંક ઘોટાળાં જાહેર ક્ષેત્રની બેંકોમાં થયા છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, કુલ બેંક કૌભાંડોમાંથી 85 ટકા સરકારી બેન્કોમાં થયાં છે.
First published: June 27, 2018, 7:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading