બેંકોને સંકટમાંથી ઉગારવા મોદી સરકારે આપ્યા 88000 કરોડ

બેંકોને સંકટમાંથી ઉગારવા મોદી સરકારે આપ્યા 88000 કરોડ
કઈં બેન્કને મળશે કેટલી સહાય?

કઈં બેન્કને મળશે કેટલી સહાય?

  • Share this:
    સરકારે સરકારી બેન્કો માટે  આ વર્ષની સૌથી મોટી જાહેરાતની કરી છે. નવા નિર્ણય હેઠળ સરકાર આશરે રૂ. 88000 કરોડની મૂડી બેંકોને આપશે. આનાથી ગ્રાહકોને પણ ફાયદો થશે. બેંકો તેમની સેવાઓ સુધારવા માટે નવાં પગલાં લઈ શકશે.

    સરકાર સિન્ડિકેટ બેંકને રૂ. 2,839 કરોડ, આંધ્ર બેન્ક રૂ. 1890 કરોડ, પંજાબ એન્ડ સિંધ બેંક રૂ.785 કરોડ, આઇડીબીઆઇ બેન્ક રૂ. 10610 કરોડ, બેન્ક ઓફ ઇન્ડિયા રૂ.9,232 કરોડ, યુકો બેન્ક રૂ 6507 કરોડ, સેન્ટ્રલ બેન્ક રૂ. 5158 કરોડ, આઇઓબી રૂ.4694 કરોડ, OBC રૂ.3571 કરોડ, દેના બેન્ક રૂ.3045 કરોડ,બેન્ક ઓફ મહારાષ્ટ્ર રૂ.3173 કરોડ, યુનાઈટેડ બેંક રૂ.2,643 કરોડ, કોર્પોરેશન બેન્ક રૂ.2187 કરોડ, અલ્હાબાદ બેન્ક રૂ. 1500 કરોડ અને વિજયા બેંકને રૂ. 1277 કરોડ આપશે.



    નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સરકારી બેન્કોને મૂડી મળવાથી તેમની બેન્કિંગ સેવાઓમાં સુધારો થશે. એનો મતલબ એ થયો કે હવે તમારે લાંબા સમય સુધી લાઇનમાં ઊભું રહેવું નહિ પડે. બેંકો તેના કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો કરી શકશે.

    સરકારની ATMમાં ફ્રી ટ્રાન્ઝેક્શનની સંખ્યા ઘટાડોની કરવાની યોજના છે. હવે રોકડ વ્યવહારો વધુ ખર્ચાળ બનશે અને લોકોને ડિજિટલ વ્યવહારની પસંદગી આપવામાં આવશે.
    Published by:News18 Gujarati
    First published:January 24, 2018, 18:09 IST

    ટૉપ ન્યૂઝ