મહારાષ્ટ્ર કૉંગ્રેસનું નિવેદન, શિવસેના અમને સરકાર બનાવવાનો પ્રસ્તાવ આપશે તો વિચારીશું

News18 Gujarati
Updated: October 25, 2019, 6:31 PM IST
મહારાષ્ટ્ર કૉંગ્રેસનું નિવેદન, શિવસેના અમને સરકાર બનાવવાનો પ્રસ્તાવ આપશે તો વિચારીશું
મહારાષ્ટ્ર કૉંગ્રેસનું નિવેદન, શિવસેના અમને સરકાર બનાવવાનો પ્રસ્તાવ આપશે તો વિચારીશું

મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના અધ્યક્ષ બાલાસાહબ થોરાટે કહ્યું - એનસીપી અને શિવસેના મળીને સરકાર બનાવવા વિશે વિચાર છે તો અમે દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે વાત કરીશું

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભામાં (Maharashtra Assembly election 2019) ભલે બીજેપી (BJP) અને શિવસેનાને બહુમત મળી ગયું હોય પણ સત્તાની ચાવી પોતાના હાથમાં રાખવાની હોડમાં પેચ ફસાયો છે. મહારાષ્ટ્ર કૉંગ્રેસ (Maharashtra Congress)ના નિવેદનથી બીજેપીની મુશ્કેલી વધારી દીધી છે. મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના અધ્યક્ષ બાલાસાહબ થોરાટ (Bala Sahab Thorat)ના એક નિવેદને મોટો સંકેત આપ્યો છે. થોરાટે કહ્યું હતું કે જો એનસીપી અને શિવસેના મળીને સરકાર બનાવવા વિશે વિચાર છે તો અમે દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે વાત કરીશું.

બાલાસાહબ થોરાટે કહ્યું હતું કે અમને શિવસેના તરફથી કોઈપણ પ્રસ્તાવ મળ્યો નથી પણ તેમની તરફથી કોઈ પ્રસ્તાવ આવશે તો અમે આ મામલે દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે વાતચીત કરીશું. 288 વિધાનસભ્યોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં બીજેપી અને શિવસેના ગઠબંધનને 161 સીટો આવી છે. બહુમત માટે 144 સીટો જોઈએ છે પણ પેચ શિવસેનાએ ફસાવી દીધો છે. શિવસેના હવે મુખ્યમંત્રી પદ ઉપર પોતાનો દાવો ઠોકી રહી છે. જોકે બીજેપી આ માટે તૈયાર નથી.

મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના અધ્યક્ષ બાલાસાહબ થોરાટે કહ્યું હતું કે સરકાર બનાવવા વિશે કૉંગ્રેસ અને એનસીપી મળીને આ વિશે બેઠક કરશે અને આ મુદ્દે વાત કરશે. બીજી તરફ એનસીપી તરફથી શિવસેનાને સંકેત આપવામાં આવ્યો છે કે તે તેની સાથે સરકાર બનાવી શકે છે. એનસીપીએ શિવસેનાને મુખ્યમંત્રી પદનો વાયદો પણ કર્યો છે. આ પહેલા એનસીપી નેતા અને ધારાસભ્ય નવાબ મલિકે બધા વિકલ્પ ખુલ્લા હોવાનો દાવો કર્યો હતો. જોકે શરદ પવારે સ્પષ્ટ કર્યું છે કે તે શિવસેના સાથે સરકાર બનાવશે નહીં.
First published: October 25, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading