ગુડગાંવઃ રેયાન ઇન્ટરનેશલ સ્કૂલમાં સાત વર્ષના સ્ટુડન્ટ પ્રદ્યુમનની હત્યાના આરોપી 16 વર્ષના કિશોરને કોર્ટે જામીન આપવાનો ઇન્કાર કરી દીધો છે. નોંધનીય છે કે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે આ કેસમાં 16 વર્ષના કિશોરને પુખ્ત વયનો ગણીને કેસ ચલાવવાનો આદેશ કર્યો છે.
કિશોર પર બીજા ધોરણમાં ભણતા સ્ટુડન્ટની હત્યાનો આરોપ છે. કિશોરે સ્કૂલની પરીક્ષા અને સ્કૂલમાં પેરેન્ટ્સ અને ટિચર્સ મીટિંગ રદ થાય તે માટે પ્રદ્યુમનની હત્યા કરી નાખી હતી.
ગયા વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ બીજા ધોરણમાં અભ્યાસ કરતા સાત વર્ષના પ્રદ્યુમનનો મૃતદેહ સ્કૂલના વોશરૂમમાંથી મળ્યો હતો. પ્રદ્યુમનની ગળું કાપીની હત્યા કરી નાખવામાં આવી હતી. ગુડગાંવ પોલીસે આ કેસમાં પહેલા એક બસ કન્ડક્ટરની ધરપકડ કરી હતી. જોકે, બાદમાં આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. સીબીઆઈએ આ કેસમાં 11માં ધોરણમાં ભણતા એક સ્ટુડન્ટની ધરપકડ કરી હતી. સીબીઆઈએ જણાવ્યું હતું કે સ્ટુડન્ટે પોતાનો ગુનો કબૂલી લીધો છે.
સીબીઆઈના જણાવ્યા પ્રમાણે સ્કૂલના વોશરૂમ બહાર લાગેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે ધરપકડ કરવામાં આવેલો કિશોર સૌથી છેલ્લે વોશરૂમમાંથી નીકળ્યો હતો. નવેમ્બરમાં ધરપકડ બાદ કિશોરને બાળ સુધાર ગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કિશોરની અનેક વખત પૂછપરછ કરવામાં આવી છે. જેમાં તે દર વખતે અલગ-અલગ નિવેદનો આપી રહ્યો છે. કિશોરના પિતાએ આક્ષેપ લગાવ્યો છે કે, ગૂનાની કબૂલાત માટે તેના પુત્રનો ટોર્ચર કરવામાં આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર