Home /News /india /

લોકસભા પહેલા BJDને મોટો ફટકો, BJPમાં સામેલ થયા બૈજયંત પાંડા

લોકસભા પહેલા BJDને મોટો ફટકો, BJPમાં સામેલ થયા બૈજયંત પાંડા

લોકસભા પહેલા BJD ને મોટો ફટકો, BJPમાં સામેલ થયા બૈજયંત પાંડા

ઓરિસ્સાની સત્તારુઢ પાર્ટી બીજુ જનતા દળના સંસ્થાપક સભ્યોમાંથી એક રહેલા બૈજયંત પાંડા સોમવારે બીજેપીમાં સામેલ થયા

  ઓરિસ્સાની સત્તારુઢ પાર્ટી બીજુ જનતા દળ (BJD)ના સંસ્થાપક સભ્યોમાંથી એક રહેલા બૈજયંત પાંડા સોમવારે બીજેપીમાં સામેલ થયા હતા. પાંડાએ ગત વર્ષે બીજેડીમાંથી રાજીનામું આપ્યું હતું. પાંડાને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પાર્ટીમાં સામેલ કરાવ્યા છે. બીજેપીમાં સામેલ થયા પછી પાંડાએ પાર્ટી અધ્યક્ષ સાથે મુલાકાત કરી હતી.

  બીજેપીની સદસ્યતા લીધા પછી પાંડાએ ટ્વિટ કર્યું હતું કે 9 મહિના સુધી આત્મમંથન, મિત્રો અને જનતાની સલાહ લઈ મહાશિવરાત્રીવા પાવન પ્રસંગે મેં બીજેપીમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઓરિસ્સા અને ભારતની જનતાની સેવા કરવાને લઈને ઉત્સાહિત છું. કહેવાઈ રહ્યું છે કે બૈજયંત પાંડા છેલ્લા ઘણા દિવસોથી બીજેડીથી નારાજ ચાલી રહ્યા હતા.  કોણ છે બૈજયંત પાંડા?

  - પાંડે બીજેડીના ફાઉન્ડર મેમ્બર છે. બીજુ પટનાયકના નિધન પછી નવીન પટનાયકને રાજનીતિમાં લાવવાની તેમની ભૂમિકા મહત્વની હતી. નવીન પટનાયકના પરિવાર સાથે તેમનો ઘરનો સંબંધ હતો.
  - ચાર વખત સાંસદ રહ્યા છે, જેમાંથી બે વખત રાજ્યસભા અને બે વખત કેન્દ્રપાડા સંસદીય ક્ષેત્રમાંથી લોકસભા સાંસદ રહ્યા છે.
  - ઓરિસ્સામાં બીજેડીના મહત્વના રણનિતીકાર રહ્યા છે. તટીય ઓરિસ્સામાં કેન્દ્રપાડાનું મહત્વનું રાજનીતિક સ્થાન છે. પાંડા બીજેપીમાં સામેલ થતા બીજેડી માટે આવનાર ચૂંટણી મોટો ખતરો બની શકે છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Lok sabha polls, ભાજપ, લોકસભા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन