PMએ ગઠબંધનને 'શરાબ' ગણાવ્યું હતું, જેના નશામાં ચૂર જનતા BJPને હરાવશે: માયાવતી

News18 Gujarati
Updated: April 19, 2019, 2:03 PM IST
PMએ ગઠબંધનને 'શરાબ' ગણાવ્યું હતું, જેના નશામાં ચૂર જનતા BJPને હરાવશે: માયાવતી
સમાજવાદી પાર્ટીનાં સંરક્ષક મુલાયમ સિંહ યાદવ અને બહુજન સમાજ પાર્ટીની સુપ્રીમો માયાવતી 24 વર્ષ પછી એકસાથે દેખાયા હતાં.

સમાજવાદી પાર્ટીનાં સંરક્ષક મુલાયમ સિંહ યાદવ અને બહુજન સમાજ પાર્ટીની સુપ્રીમો માયાવતી 24 વર્ષ પછી એકસાથે દેખાયા હતાં.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: લોકસભા ચૂંટણી 2019નાં બીજા તબક્કાનું મતદાન 18 એપ્રિલનાં રોજ સંપન્ન થઇ ગયું છે. હવે રાજનૈતિક દળોની નજર ત્રીજા ચરણ પર છે. સમાજવાદી પાર્ટીનાં સંરક્ષક મુલાયમ સિંહ યાદવ અને બહુજન સમાજ પાર્ટીની સુપ્રીમો માયાવતી 24 વર્ષ પછી એકસાથે દેખાયા હતાં. યુપીનાં મૈનપુરીમાં બંન્ને એક જ મંચ પર દેખાયા હતાં. માયાવતી ગેસ્ટ હાઉસ કાંડને ભુલાવીને સમાજવાદી પાર્ટીનાં ગઢ મૈનપુરીમાં મુલાયમ સિંહ માટે વોટ માંગવા પહોંચી હતી.

આ રેલીને સંબોધિત કરતા મુલાયમ સિંહ યાદવે કહ્યું કે, 'ઘણાં દિવસો પછી હું અને માયાવતી એક મંચ પર છીએ. આ ઘણી ખુશીની વાત છે. અમારે એક મંચ પર રહેવું પડશે. મેનપુરીથી હું ઘણીવાર સાંસદ તરીકે ચુંટાયો છે. આ અમારૂં ઘર છે. હવે છેલ્લી વખત તમારા કહેવાથી હું લડી રહ્યો છું. હું આજે વધારે ભાષણ નહીં આપુ. આ વખતે મને પહેલા કરતા વધારે વોટ આપીને જીતાડજો.' આ ઉપરાંત માયાવતીએ પણ કહ્યું કે, 'PMએ અમારા ગઠબંધનને 'શરાબ'ની સાથે સરખાવ્યું હતું, જેના નશામાં ચૂર જનતા BJPને હરાવશે.'

મહત્વનું છે કે બસપા-સપા અને આરએલડીની 19 એપ્રિલે મૈનપુરીમાં સંયુક્ત રેલી થઈ છે. તે પછી 20 એપ્રિલે રામપુર અને ફિરોઝાબાદમાં, 25 એપ્રિલે કન્નૌજ, 1 મેના રોજ ફૈઝાબાદ, 8 મેના રોજ આઝમગઢ, 13 મેના રોજ ગોરખપુરમાં ગઠબંધનની રેલી થઈ રહી છે. લોકસભા ચૂંટણી માટે ગઠબંધનની છેલ્લી રેલી 16 મેના રોજ વારાણસીમાં થવાની છે. ગઠબંધન તરફથી 11 સીટો માટે થઈ રહેલી 11 સંયુક્ત રેલીમાંથી મૈનપુરી, કન્નોજ, બદાયુ, ફિરોઝાબાદ અને આઝમગઢ અત્યારે મુલાયમ સિંહના પરિવાર પાસે છે.સહારનપુર અને આગરા બસપા પાસે છે.

ઉલ્લેખનીય છે કે લગભગ 25 વર્ષ પહેલાં 1993માં સપા-બસપા ગઠબંધને સાથે મળીને ઉત્તરપ્રદેશમાં સરકાર રચી હતી જે 1995માં તૂટી ગયું હતું. સપા કાર્યકરોને બાતમી મળી હતી કે લખનઉના મીરાબાઇ ગેસ્ટહાઉસમાં બસપાના ધારાસભ્યો એકઠા થઇને ભાજપ સાથે સરકાર રચવાની હિલચાલ કરી રહ્યાં હતાં. જેના પગલે સપા કાર્યકરોએ ગેસ્ટહાઉસ પર જઇને તોડફોડ મચાવી હતી અને માયાવતી સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. આ ઘટના ગેસ્ટહાઉસકાંડ તરીકે જાણીતી બની હતી.
First published: April 19, 2019, 2:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading