રામ મંદિર શિલાન્યાસ: જ્યારે એક બ્રાહ્મણ દલિતના પગે લાગ્યો

Kaushal Pancholi | News18 Gujarati
Updated: December 6, 2017, 12:03 PM IST
રામ મંદિર શિલાન્યાસ: જ્યારે એક બ્રાહ્મણ દલિતના પગે લાગ્યો

  • Share this:
દક્ષિણ બિહારના નાના નાગપુર ડિવિઝનમાં કારસેવકોએ થોડા માણસો સાથે મેઘનાથ ઉરાંવ અયોધ્યા પહોંચ્યા હતાં. વિશ્વ હિંદુ પરિષદના (વીએચપી) ગયા ક્ષેત્રના એક અધિકારીની આગેવાનીમાં વિવાદાસ્પદ સ્થળથી લગભગ એક મીલ દૂર આમને કેમ્પ કર્યો હતો. ઉરાંવે અત્યારે જ્યાં બાબરી મસ્ઝિદ છે એ જગ્યાએ ભવ્ય રામ મંદિર બનાવવાનું પ્રણ લીધું હતું. તેમણે એ પણ પ્રણ લીધું હતું કે તેઓ આવું નહીં કરી શકે તો તે પોતાના ગામડે પાછા નહીં જાય.

તેમની વ્યાકુળતા અને તેનાથી ઉત્પન્ન થતી ખતરનાક સ્થિતિથી બચવા માટે બિહારના જનજાતીય જિલ્લોમાં વીએચપીના પ્રભારી અને જોઈન્ટ સેક્રેટરી કામેશ્વર ચૌપાલે તેના પર નજર રાખવા માટે કહેવમાં આવ્યું હતું. આરએસએસ અને વીએચપીના નેતાઓ એ 9 નવેમ્બર 1989ને રામ મંદિરને શિલાન્યાસ માટે પસંદ કરી હતી. એ દિવસની સવારે ચૌપાલને ખોલવા માટે વીએચપી નેતા અશોક સિંઘલના સંબંધી રામેશ્વર આવ્યાં હતાં.

આરએસએસના પ્રચારક ચૌપાલને રામેશ્વરે કહ્યું કે બધું છોડો અને મારી સાથે આવ. વિવાદાસ્પદ સ્થળની એકદમ નજીક શિલાન્યાસની જગ્યાએ ચૌપાલે સિંઘલની બાજુમાં સમ્માનપુર્વક બેસાડ્યાં. આ પ્રસંગમાં સ્વામી ચિન્મયાનંદ પ્રમુખ હતાં, રાજમાતા વિજયારાજે સિંઘિયા, સાધુસંત બધા અહીં ઉપસ્થિત હતાં પછી આ પુજા શરૂ કરવામાં આવી.

25 વર્ષ પછી ચૌપાલે કહ્યું હતું કે તે દિવસે જે થઈ રહ્યું હતું તેનું મને કદાચ જ કોઈ ભાન હતું હું ત્યારે ત્યાં એક સામાન્ય કાર્યકર્તા હતો. તે દિવસે ગુરૂઓની મોટી ફોજમાં વીએચપીએ એક દલિત છોકરાને અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસનો પહેલો પત્થર મુકવા મટે પસંદ કરાયો હતો.
શિલાન્યાસ પછી કામેશ્વર ચૌપાલ બિહારમાં પોતાના ગામે જતા રહ્યાં, ગામના બ્રાહ્મણ પરિવારના એક પ્રમુખ બળદેવ ઝાને સંદેશ મોકલીને તેમને મળવાની ઈચ્છા કરી. ચૌપાલે કહ્યું કે,' અમે સદીઓ સુધી ગુલામીમાં જીવતા આવ્યાં છે એટલે હું તેમને મળવા ન હતો માંગતો પરંતુ મારા પિતાએ મને સમજાવીને મોકલ્યો. મારા આશ્ચર્ય વચ્ચે બળદેવ બાબૂએ મારા હાથ પકડીને બાજુમાં બેસાડયો અને ઘરના બધાને મારા પગે લાગવાનું કહ્યું. તે લોકોએ છાપાઓમાં મારી બાબતે વાંચ્યું હતું. બળદેવ બાબૂએ મારા હાથથી ચ્હા લીધી. આ રીતે સદીઓની ગુલામી ખત્મ થઈ ગઈ. તે દિવસે હું બાળકની જેમ મોટે મોટેથી રડ્યો.'
First published: December 6, 2017, 12:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading