રામ જન્મભૂમિ-બાબરી વિવાદઃ આજથી સુપ્રીમ કોર્ટમાં અંતિમ સુનાવણી

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 5, 2017, 10:55 AM IST
રામ જન્મભૂમિ-બાબરી વિવાદઃ આજથી સુપ્રીમ કોર્ટમાં અંતિમ સુનાવણી
ત્રણ જજોની વિશેષ બેંચ અલાહાબાદ હાઈકોર્ટના 2010ના ચુકાદા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી 13 અપીલ અંગે સુનાવણી કરશે.

ત્રણ જજોની વિશેષ બેંચ અલાહાબાદ હાઈકોર્ટના 2010ના ચુકાદા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી 13 અપીલ અંગે સુનાવણી કરશે.

  • Share this:
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ અને બાબરી વિવાદની અંતિમ સુનાવણી શરૂ થશે. આ સુનાવણી બાબરી મસ્જિદનું વિવાદિત માળખું તોડી પડાયાની 25મી વર્ષગાંઠના એક દિવસ પહેલા જ શરૂ થઈ રહી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની ત્રણ જજોની વિશેષ બેંચ અલાહાબાદ હાઈકોર્ટના 2010ના ચુકાદા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી 13 અપીલ અંગે સુનાવણી કરશે.

હાઈકોર્ટે પોતાના ચુકાદામાં 2.77 એકર વિવાદિત જમાની ત્રણેય પક્ષકારોને સરખે ભાગે વહેંચી આપી હતી. આ ત્રણેય પક્ષકારોમાં સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડો અને ભગવાન રામ લલાનો સમાવેશ થાય છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના સેન્ટ્રલ શિયા વક્ફ બોર્ડે આ વિવાદના સમાધાન માટે ફોર્મ્યુલા રજૂ કરતા કોર્ટમાં કહ્યું હતું કે, અયોધ્યામાં વિવાદિત સ્થળથી દૂર પરંતુ મુસ્લિમ વિસ્તારમાં મસ્જિદનું નિર્માણ કરવામાં આવી શકે છે.

જોકે, શિયા વક્ફ બોર્ડના આવા હસ્તક્ષેપનો અખિલ ભારતીય સુન્ની વક્ફ બોર્ડે વિરોધ કર્યો હતો. તેમનો દાવો છે કે તેના બંને સમુદાય વચ્ચે 1946માં જ તેને મસ્જિદ જાહેર કરવાનો નિર્ણય થઈ ચુક્યો છે, જેના છઠ્ઠી ડિસેમ્બર 1992ના રોજ તોડી પાડવામાં આવી હતી. આ સુન્ની સમુદાયની છે.
First published: December 5, 2017, 9:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading