જનસંખ્યા નિયંત્રણ માટે બાબા રામદેવનો નવો ઉપાય, ત્રીજા બાળકને ન મળે વોટિંગ અધિકાર

News18 Gujarati
Updated: May 27, 2019, 6:12 PM IST
જનસંખ્યા નિયંત્રણ માટે બાબા રામદેવનો નવો ઉપાય, ત્રીજા બાળકને ન મળે વોટિંગ અધિકાર
બાબા રામદેવે ત્રીજા બાળકને વોટિંગ અધિકાર ન આપવાની વાત કરી

જે રીતે દેશની જનસંખ્યા વધી રહી છે તેના માટે ભારત તૈયાર નથી - બાબા રામદેવ

  • Share this:
યોગ ગુરુ બાબા રામદેવે દેશમાં જનસંખ્યા નિયંત્રણ કાનૂન લાવવાની તરફેણ કરતા કહ્યું છે કે બે બાળકો પછી જન્મેલા બાળકને વોટ આપવાનો અને ચૂંટણી લડવાનો અધિકાર ના હોવો જોઈએ. સાથે અન્ય સરકારી સુવિધાઓ પણ મળવી ના જોઈએ.

હરિદ્વારમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા બાબા રામદેવે કહ્યું હતું કે જે રીતે દેશની જનસંખ્યા વધી રહી છે તેના માટે ભારત તૈયાર નથી. કોઇપણ સ્થિતિમાં આવનાર 50 વર્ષોમાં ભારતની વસ્તી 150 કરોડથી વધારે હોવી જોઈએ નહીં. રામદેવે કહ્યું હતું કે આ ત્યારે જ બની શકે કે જ્યારે દેશમાં એવો કાયદો બને કે જે પણ બે થી વધારે બાળકો પેદા કરે તો તે બાળકને વોટ આપવાનો અધિકાર ન હોવો જોઈએ. ચૂંટણી લડવાનો અધિકાર ન હોય અને સરકાર તરફથી જે સુવિધાઓ આપવામાં આવે છે તે બધી સુવિધાઓથી વંચિત કરવો જોઈએ. બે થી વધારે બાળકો પર પ્રતિબંધ લગાવવો જોઈએ. ભલે તે કોઈપણ ધર્મનો કેમ ના હોય.

આ પણ વાંચો - એર માર્શલે કર્યું PM મોદીનું સમર્થન, 'રડારથી બચવામાં મદદ કરે છે વાદળ'

બાબા રામદેવે કહ્યું હતું કે ભારત સંતોનો દેશ છે જેથી આખા દેશમાં દારુ બનાવવા અને વેચવા પર પ્રતિબંધ હોવો જોઈએ. જો ઇસ્લામિક દેશોમાં આમ બની શકે તો ભારતમાં કેમ નહીં.

ગૌકશી ઉપર પ્રતિબંધ લગાવવાની વાત કરતા કહ્યું હતું કે ગૌરક્ષકો અને ગૌ તસ્કરો વચ્ચે ઝઘડો ખતમ કરવાની આ સૌથી સારી રીત છે. જે લોકો મીટ ખાવા માંગે છે તેના માટે બીજા પ્રકારના ઘણા મીટ છે જેને તે ખાઈ શકે છે.
First published: May 27, 2019
વધુ વાંચો
अगली ख़बर