LIVE NOW

Ayodhya Verdict : સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં જ 5 એકર જમીન મળશે

સુપ્રીમ કોર્ટે આ અંગે, વિવાદિત જમીન રામ જન્મભૂમિ વિરાજમાનને આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ પરંતુ અલગ સ્થાન પર જગ્યા આપવામાં આવશે.

gujarati.news18.com | November 9, 2019, 3:30 PM IST
facebook Twitter Linkedin
Last Updated November 9, 2019
auto-refresh
Load More
અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આ ચુકાદામાં વિવાદિત જમીન રામ જન્મભૂમિ વિરાજમાનને આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ પરંતુ અલગ સ્થાન પર જગ્યા આપવા માટે કહ્યું છે.  જેના પગલે દેશભરમાં સુરક્ષા સઘન બનાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિભિન્ન ધર્મ ગુરૂઓએ લોકોને શાંતિ રાખવા તથા ન્યાયાલયનાં નિર્ણયને સન્માન કરવાની અપીલ કરી છે.

નોંધનીય છે કે, વર્ષ 2010માં અલ્લાહાબાદ હાઇકોર્ટે વિવાદિત રામ જન્મભૂમિ અંગે જે ચુકાદો આપ્યો હતો તેમાં એક ભાગ મુસ્લિમ સુન્ની વકફ બોર્ડને, એક ભાગ રામલલાને અને એક ભાગ અખાડાને આપવાનો આદેશ આપ્યો હતો. જેને બાદમાં દરેક પક્ષો દ્વારા પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આ મામલે 14 જેટલી અરજીઓ થઇ હતી. જેની દૈનિક ધોરણે સુનાવણી 40 દિવસ સુધી ચાલી હતી.