અયોધ્યામાં 2.77 એકર નહીં, ફક્ત 0.3 એકર જમીનને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે

News18 Gujarati
Updated: November 10, 2019, 5:21 PM IST
અયોધ્યામાં 2.77 એકર નહીં, ફક્ત 0.3 એકર જમીનને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે
અયોધ્યામાં 2.77 એકર નહીં, ફક્ત 0.3 એકર જમીનને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે

સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક નિર્ણય પછી ભારતના સૌથી મોટા ધાર્મિક અને કાનૂની વિવાદનો અંત આવ્યો

  • Share this:
નવી દિલ્હી : અયોધ્યા મામલામાં (Ayodhya case)શનિવારે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે (Supreme Court)વિવાદિત જમીન રામલલા વિરાજમાનને આપવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક નિર્ણય પછી ભારતના સૌથી મોટા ધાર્મિક અને કાનૂની વિવાદનો અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટના આ આદેશની કોપીમાં નજર કરવા જેવી વાત એ છે કે આ નિર્ણય 2.77 એકર જમીન પર નહીં પણ 0.309 એકર એટલે કે 1500 વર્ગ ગજ જમીનના સ્વામિત્વને લઈને આપવામાં આવ્યો છે. આ 0.309 એકર જમીનમાં જ બહારનો ચબુતરો, આંતિરક ચબુતરો અને સીતા રસોઈ સામેલ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયના મતે રામ ચબુતરો બાબરી મસ્જિદ વિધ્વંસ દરમિયાન જ નષ્ટ થઈ ગયો હતો.

સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં આવેલ નિર્ણયના પેરાગ્રાફમાં જ પાંચ ન્યાયધીશોને બેન્ચે સ્પષ્ટ કરી દીધું છે કે આ નિર્ણય વિવાદિત જમીનના ઘણા નાના ટુકડાને લઈને આપવામાં આવી રહ્યો છે. 1045 પેજમાં પોતાના નિર્ણયની શરુઆતમાં જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ વિવાદ અયોધ્યા શહેરની 1500 વર્ગ ગજની ભૂમિના ટુકડાના સ્વામિત્વનો દાવો કરનાર બે ધાર્મિક સમુદાયની આસપાસ કેન્દ્રીત છે.

આ પણ વાંચો - જાણો અયોધ્યામાં વિવાદિત જમીન પર આવેલ નિર્ણય પર વિદેશી મીડિયાએ શું કહ્યું?

હવે સવાલ ઉભો થાય કે આખરે 2.77 એકરની વાત ક્યાંથી આવી? 1991માં કલ્યાણ સિંહ સરકાર દ્વારા અયોધ્યામાં તીર્થયાત્રીઓને સુવિધા આપવા માટે આ જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું હતું. આ અધિગ્રહણ સામે અલ્હાબાદ હાઇકોર્ટ સમક્ષ એક અરજી દાખલ કરવામાં આવી હતી. અયોધ્યા મામલા સાથે જોડાયેલ વકીલોનું કહેવું છે કે 2010માં અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણય પછી મીડિયા રિપોર્ટમાં આ વિવાદિત ભૂમિને 2.77 એકર બતાવવામાં આવી રહી છે. આ પછી સમાચારમાં વિવાદિત ભૂમી 2.77 એકર જ બની ગઈ છે.
First published: November 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading