Ayodhya Verdict: 10 પોઇન્ટમાં સમજો સુપ્રીમ કોર્ટનો આખો નિર્ણય

News18 Gujarati
Updated: November 9, 2019, 3:32 PM IST
Ayodhya Verdict: 10 પોઇન્ટમાં સમજો સુપ્રીમ કોર્ટનો આખો નિર્ણય
અયોધ્યા પર નિર્ણય

સરકારને તે પણ આદેશ આપ્યો છે કે, તેઓ સુન્ની વકફ બોર્ડનને અયોધ્યામાં જ પાંચ એકરની જમીન આપે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : અયોધ્યા કેસમાં (Ayodhya verdict) સુપ્રીમ કોર્ટે શનિવારે મોટો નિર્ણય લીધો છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) રંજન ગોગાઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની પીઠને વિવાદિત જમીનને રામલલા વિરાજમાનને આપવાનો ચુકાદો સંભળાવ્યો છે. સાથે સરકારને તે પણ આદેશ આપ્યો છે કે, તેઓ સુન્ની વકફ બોર્ડનને અયોધ્યામાં જ પાંચ એકરની જમીન આપે.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની 10 પ્રમુખ વાતો.

1. સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીનને રામલલા વિરાજમાનને આપવાનો નિર્ણય લીધો.

2. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રામલલા વિરાજમાનને જમીન માટે ટ્રસ્ટ બનાવવામાં આવે. કેન્દ્ર સરકાર 3 મહિનામાં મંદિર માટે યોજના તૈયાર કરે.
3. 2.77 એકર વિવાદિત જમીન પર સરકારનો હક રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રામ જન્મભૂમિ એક ન્યાયિક વ્ચક્તિ નથી.

આ પણ વાંચો : અમદાવાદી પિતા-પુત્રએ 30 વર્ષથી તૈયાર રાખી છે અયોધ્યા રામ મંદિરની ડિઝાઇન4. વિવાદિત જમીન અંગે બનનારા ટ્ર્સ્ટમાં નિર્મોહી અખાડાને જગ્યા આપવામાં આવે. જમીન અંગે નિર્મોહી અખાડા અને સુન્ની વકફ બોર્ડનો દાવો ફગાવી દીધો.
5. એએસઆઈની રિપોર્ટમાં જમીનની નીચે મંદિરનાં પુરાવા મળ્યા. પ્રાચીન યાત્રીઓેએ જન્મભૂમિ અંગે વાત કરી હતી.
6. સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાનને કાનૂની માન્યતા આપી. પરંતુ રામ જન્મભૂમિને ન્યાયિક વ્યક્તિ માન્યા નહીં. સીજેઆઈ રંજન ગોગાઇએ નિર્ણય વાંચતા કહ્યું કે, ખોદકામમાં મળેલું માળખું ગેર ઇસ્લામિક છે.
7. અંદરનો ભાગ વિવાદિત છે. હિંદૂ પક્ષે બહારના ભાગ પર દાવો સાબિત કર્યો.
8. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઇતિહાસ જરૂરી છે, પરંતુ આ બધાથી ઉપર કાનૂન છે. તમામ જજોએ સહમતીથી આ નિર્ણય લીધો. આસ્થા પર જમીનનાં માલિકાના હક પર ચુકાદો નથી.
9. સંવિધાનની નજરમાં દરેક આસ્થા સમાન છે. કોર્ટ આસ્થા નહીં પુરાવા પર ચુકાદો આપે છે.
10. સીજેઆઈ રંજન ગોગાઈએ નિર્ણય લેતા કહ્યું કે, તમામ ધર્મોને સમાન નજરથી જોવું એ સરકારનું કામ છે. કોર્ટ આસ્થાથી ઉપર એક ધર્મ નિરપેક્ષ સંસ્થા છે.

આ પણ વાંચો : Ayodhya case Verdict : સુપ્રીમ કોર્ટનાં નિર્ણય બાદ પણ બે કાનૂની વિકલ્પ હજી ખુલ્લા
First published: November 9, 2019, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading