અયોધ્યા વિવાદ : એક IAS અધિકારીએ અડવાણીની ધરપકડ કરવાની કેમ ના પાડી હતી?

News18 Gujarati
Updated: November 9, 2019, 6:41 AM IST
અયોધ્યા વિવાદ : એક IAS અધિકારીએ અડવાણીની ધરપકડ કરવાની કેમ ના પાડી હતી?
રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો શનિવારે 9 નવેમ્બરે આવી શકે છે

રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો શનિવારે 9 નવેમ્બરે આવી શકે છે

  • Share this:
નવી દિલ્હી : રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદ (Ram Mandir-Babri Masjid Dispute) પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)નો ચુકાદો શનિવારે 9 નવેમ્બરે આવી શકે છે. આ આંદોલનના સૌથી મોટા પાત્રોમાંથી એક લાલકૃષ્ણ અડવાણી (Lal Krishna Advani)નો 8 નવેમ્બર જન્મ દિવસ છે. નવી પેઢીને ભાગ્યે જ ખબર હશે કે રામ રથયાત્રા સમયે બિહારના તત્કાલિન સીએમ લાલુ પ્રસાદ યાદવના આદેશ પછી પણ એક ડીએમે અડવાણીની ધરપકડ કરવાની ના પાડી દીધી હતી. જેથી સમાજમાં ખોટો સંદેશો ના જાય. તેનું નામ હતું અફઝલ અમાનુલ્લાહ. તે હવે રિટાયર થઈ ગયા છે.

વરિષ્ઠ પત્રકાર સુરેન્દ્ર કિશોરના મતે અડવાણીની 23 ઑક્ટોબરે 1990ના રોજ સમસ્તીપુરમાં ધરપકડ કરી હતી. જે આઈએસ અફસર અફઝલ અમાનુલ્લાહે તેમની ધરપકડ કરવાથી ઇન્કાર કર્યો હતો તે સૈયદ શહાબુદ્દીનના જમાઈ છે. શહાબુદ્દીન ત્યારે બાબરી મસ્જિદ એક્શન કમિટીના સંયોજક હતા.

આ કહાની શરુ થાય છે. 25 ડિસેમ્બર 1990થી. રામ મંદિર આંદોલનને ધાર આપવા માટે અડવાણીએ સોમનાથથી રથયાત્રા શરુ કરી હતી. રથયાત્રાનો પ્રથમ તબક્કો 14 ઑક્ટોબરે પુરો થયો હતો. 19 ઑક્ટોબરે અડવાણી ધનબાદ રવાના થયા હતા. જ્યાંથી બીજા તબક્કો શરુ કરવાનો હતો. ત્યાંથી અયોધ્યા પહોંચીને 30 ઑક્ટોબરે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ શરુ કરાવવા માંગતા હતા. ત્યારે બિહારના લાલુ પ્રસાદ યાદવનો દબદબો હતો. તેમણે ધનબાદના ડીએમ અફઝલ અમાનુલ્લાહને નિર્દેશ કર્યો હતો કે અડવાણીની ધરપકડ કરી લે. પ્રશાસને રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન પ્રમાણે ધરપકડ વોરંટ તૈયાર કરીને અફસરોને સોંપી દીધો હતો પણ અમાનુલ્લાહે ધરપકડ કરવાથી ના પાડી દીધી હતી.

આ પણ વાંચો - અયોધ્યા મામલો : કાલે સવારે 10.30 કલાકે આવી શકે છે નિર્ણય, યૂપીમાં એલર્ટ

અડવાણીની ધરપકડ આરકે સિંહ નામના ઓફિસરે કરી હતી. આરકે સિંહ હાલ બીજેપીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી છે


સુરેન્દ્ર કિશોર કહે છે કે બાબરી મસ્જિદ એક્શન કમિટીના સંયોજકના જમાઈએ જો અડવાણીની ધરપકડ કરી હોત તો ટેન્શન વધી જાત. એક મુસ્લિમ ઓફિસર પણ આમ કરત તો પણ આગમાં ઘી નાખવા સમાન થઈ જાત. જેથી અમાનુલ્લાહે લાલુ પ્રસાદ યાદવના આદેશને માન્યો ન હતો. આ પછી અડવાણીની ધરપકડ આરકે સિંહ નામના ઓફિસરે કરી હતી. આરકે સિંહ હાલ બીજેપીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી છે.
First published: November 8, 2019, 10:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading