Home /News /india /

રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદમાં આજથી સુપ્રીમમાં શરુ થશે સુનાવણી

રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદમાં આજથી સુપ્રીમમાં શરુ થશે સુનાવણી

Illustration by Mir Suhail/News18.com

    સુપ્રીમ કોર્ટમાં બાબરી મસ્જિદ - રામ મંદિર જન્મભૂમિ વિવાદમાં શુક્રવારે ફરીથી સુનાવણી શરૂ થશે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ.એ. નઝીરની વિશેષ ખંડપીઠે 17મી મેના રોજ હિન્દુ સંગઠનો તરફથી રજૂ કરવામાં આવેલી દલીલો સાંભળી હતી. જેમાં તેમણે મુસ્લિમોની એવી વિનંતીનો વિરોધ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે મસ્જિદને ઇસ્લામના અનુયાયીઓ દ્વારા અદા કરવામાં આવતી નમાઝનો આતંરિક ભાગ ન માનવાના 1994ના ફેંસલાને મોટી બેંચને સોંપવામાં આવે.

    અયોધ્યા મામલામાં મૂળ અરજીકર્તાઓમાં સામેલ હતા તેમના નિધન બાદ કાયદાકીય ઉત્તરાધિકારી મેળવનાર એમ સિદ્દીકીએ એમ ઇસ્માઇલ ફારુકીના કેસમાં 1994માં આવેલા ફેંસલાના અમુક નિષ્કર્ષ પર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે અયોધ્યામાં ભૂમિ અધિગ્રહણ કેસમાં કરવામાં આવેલી ટિપ્પણીનો પ્રભાવ માલિકી હકના વિવાદના તારણ પર પડ્યો છે.

    જ્યારે હિન્દુ સંગઠનોનું કહેવું છે કે આ કેસનું સમાધાન આવી ચુક્યું છે, આને ફરીથી ખોલવામાં ન આવવો જોઈએ. સુપ્રીમ કોર્ટની વિશેષ બેંચ ચાર દીવાની કેસમાં હાઇકોર્ટના ફેંસલા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી 14 અરજી પર સુનાવણી કરી રહી છે.

    અલાહાબાદ હાઈકોર્ટની ત્રણ જજોની ખંડપીઠે 2:1ના બહુમતથી 2010માં આદેશ કરીને જમીનને ત્રણ પક્ષ- સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલા વચ્ચે સમાન રીતે વહેંચી દીધી હતી.

    હાલ આ વિવાદાસ્પદ મામલો એટલા માટે મહત્વપૂર્ણ છે કેમ કે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે. બીજીપે હંમેશા રામ મંદિરનો મુદ્દાને પોતાના એજેન્ડામાં સામેલ કરતી આવી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ayodhya Land Dispute, Babri Masjid, Hearing, Ram temple, Supreme Court, રામ મંદિર

    આગામી સમાચાર