Ayodhya Verdict: 93 વર્ષના આ વકીલ 40 વર્ષ સુધી રામલલાની લડાઇ લડ્યા!

News18 Gujarati
Updated: November 9, 2019, 4:58 PM IST
Ayodhya Verdict: 93 વર્ષના આ વકીલ 40 વર્ષ સુધી રામલલાની લડાઇ લડ્યા!
Ayodhya Verdict: 93 વર્ષના આ વકીલ 40 વર્ષ સુધી રામલલાની લડાઇ લડ્યા!

રામલલાનો ‘વનવાસ’ખતમ કરાવવા માટે 93 વર્ષના એક વ્યક્તિનું મહત્વુનું યોગદાન છે

  • Share this:
નવી દિલ્હી : અયોધ્યા મામલે (Ayodhya Case)દેશની આતુરતા આખરે ખતમ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court)ની પાંચ જજોની સંવિધાન બેન્ચે ઐતિહાસિક નિર્ણય સંભળાવતા વિવાદિત સ્થળ રામલલાને આપ્યું છે. કોર્ટે કહ્યું છે કે સુન્ની વક્ફ બોર્ડ (મુસ્લિમ પક્ષ)ને મસ્જિદ બનાવવા માટે કેન્દ્ર સરકાર 5 એકર જમીન આપે. જ્યારે નિર્મોહી અખાડાના બધા દાવા ફગાવી દીધા છે. રામલલાનો ‘વનવાસ’ખતમ કરાવવા માટે 93 વર્ષના એક વ્યક્તિનું યોગદાન છે.

વરિષ્ઠ વકીલ કે.પારાસરને (K Parasaran)હિન્દુ પક્ષ તરફથી દલીલ રાખી હતી. પૂર્વ એટોર્ની જનરલ રહી ચુકેલા પારાસરન લાંબા સમયથી મહેનત સાથે બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ (Babri Masjid-Ram Janmabhoomi dispute)પર હિન્દુ પક્ષ તરફથી દલીલ કોર્ટમાં રાખી રહ્યા હતા.

કે.પારાસરનની ટીમમાં ઘણા યુવા વકીલ છે. પારાસરન કહે છે કે તે હંમેશા ભગવાન રામ સાથે આધ્યાત્મિક લાગણી અનુભવે છે. જેથી તેમણે કેસ લડ્યો. સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલાની રોજની સુનાવણી પહેલા તેમણે આ કેસમાં દરેક બાબત પર ઝીણવટથી નિરીક્ષણ કર્યું હતું. પારાસરન રોજ સવારે 10.30 કલાકે કાયદાના દાવપેચને સમજવામાં લાગી જતા હતા. તેમનું કામ સાંજ સુધી ચાલતું રહેતું હતું.

આ પણ વાંચો - અયોધ્યાના નિર્ણય પર ઓવૈસીએ કહ્યું - અમને 5 એકર જમીનની ઓફર મંજૂર નથી

આવી છે પારાસરનની ટીમ
પારાસરનની ટીમ પણ તેમની લગન, મહેનતને જોઈને પ્રેરિત થતી હતી. વકીલ પીવી યોગેશ્વરન, અનિરુદ્ધ શર્મા, શ્રીધર પોટ્ટારાજુ, અદિતિ દાની, અશ્વિન કુમાર ડીએસ એને ભક્તિ વર્ધન સિંહ પારાસરનની ટીમના સભ્ય હતા.
Loading...

ટીમના સભ્ય જણાવે છે કે પારાસરન આ કેસમાં એટલા જોડાયા હતા કે અયોધ્યા મામલાની મહત્વપૂર્ણ તારીખો તેમને બધી યાદ છે. કઈ તારીખે કઈ ઘટના બની હતી. તે બધુ આંગળી ઉપર ગણીને બતાવી શકે છે. પારાસરને અયોધ્યા ઉપર એટલું રિસર્ચ અને અભ્યાસ કર્યો છે કે તેની ઉપર એક બુક પણ લખી શકે છે.

અયોધ્યા ઉપર સુનાવણી દરમિયાન પારાસરનનો મુકાબલો મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન સાથે હતો. પારાસરને 40 વર્ષો સુધી ક્યારેય ગુસ્સો કર્યો ન હતો. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાવ જ્યારે રાજીવ ધવને હિન્દુ પક્ષની દલીલોની કથિત કોપી ફાડી દીધી હતી ત્યારે પણ પારાસરન શાંત અને સૌમ્ય બન્યા રહ્યા હતા.
First published: November 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...