Home /News /india /

મસ્જિદમાં નમાઝ ઇસ્લામનું અભિન્ન અંગ છે કે નહીં? શું છે આખો મામલો?

મસ્જિદમાં નમાઝ ઇસ્લામનું અભિન્ન અંગ છે કે નહીં? શું છે આખો મામલો?

પ્રતિકાત્મક તસવીર

વર્ષ 1994માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મસ્જિદ ઇસ્લામનું અભિન્ન અંગ નથી. આજની સુનાવણી કરનાર બંધારણીય ખંડપીઠમાં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્લુલ નઝીર સામેલ.

    નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ સ્થિત અયોધ્યામાં રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદના માલિકી હક વિવાદમાં સુપ્રીમ કોર્ટે 1994માં એક ચુકાદો આપ્યો હતો. આજે આ મામલો સુપ્રીમ કોર્ટની મોટી બંધારણીય બેંચને સોંપવો જોઈએ તેવી મુસ્લિમ સમાજની વિવિધ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી શકે છે.

    વર્ષ 1994માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મસ્જિદ ઇસ્લામનું અભિન્ન અંગ નથી. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્લુલ નઝીરની ખંડપીઠ પોતાનો નિર્ણય આપશે.

    અલાહાબાદ હાઈકોર્ટે 2010ના પોતાના ચુકાદામાં 2.77 એકર વિવાદિત જમાની ત્રણેય પક્ષકારોને સરખે ભાગે વહેંચી આપી હતી. આ ત્રણેય પક્ષકારોમાં સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડો અને ભગવાન રામ લલાનો સમાવેશ થાય છે.

    શું હતું 1994નો ચુકાદો?

    અયોધ્યા કેસના મૂળ વાદી એમ સિદ્દીકીએ એમ ઇસ્માઇલ ફારુકેના કેસમાં 1994માં ફેંસલાના ખાસ તારણો પર વાંધો ઉઠાવ્યો હતો. આ ફેંસલામાં કહેવામાં આવ્યું હતું કે મસ્જિદ ઇસ્લામના અનુયાયીઓ દ્વારા અદા કરવામાં આવતી નમાઝનો અભિન્ન હિસ્સો નથી. સિદ્દીકીનું નિધન થઈ ચુક્યું છે, હાલ તેમનું પ્રતિનિધિત્વ તેમના વારસ કરી રહ્યા છે.

    રાજનીતિક મહત્વ

    ગુરુવારના ચુકાદાનું રાજનીતિક મહત્વ છે, કારણ કે જો સુપ્રીમ કોર્ટ આ મામલે પુર્નવિચારણાનું કહે છે તો મુખ્ય વિવાદની સુનાવણીમાં મોડું થશે. એવામાં બીજેપી માટે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા અયોધ્યામાં રામમંદિર બનાવવાની પોતાની પ્રતિબદ્ધતા જાળવી રાખવાની સંભાવના બહુ ઓછી થઈ જશે.

    16મી સદીની બાબરી મસ્જિદને વર્ષ 1992માં તોડી પાડવામાં આવી હતી, બાદમાં લાખો કાર સેવકોએ માંગણી કરી હતી કે અહીં રામ મંદિર બનવું જોઈએ. કારણ કે ભગવાન રામનો જન્મ અહીં થયો હતો. વર્ષ 2014માં લોકસભા ચૂંટણી અને વર્ષ 2017માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન રામ મંદિરનું નિર્માણ કરવું એ બીજેપીના ચૂંટણી ઢંઢેરામાં હિસ્સો હતું. બીજેપીએ બંને ચૂંટણી જીતી લીધી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Abdul Nazeer, Ayodhya case, Ayodhya land dispute case, Babri Masjid, Cji dipak misra, Islam, Ismail Farooqui, Justice Ashok Bhushan, Mosque, Political importance, Ram lalla, Ram temple, Verdict, અયોધ્યા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन