અયોધ્યા મામલાની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ નવી બેન્ચનું ગઠન કર્યું છે. નવી બેન્ચનાં જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નજીર સામેલ છે. હવે 29 જાન્યુઆરીએ 5 જજોની નવી બેન્ચ મામલાની સુનાવણી કરશે. રિપોર્ટ પ્રમાણે બેન્ચના અન્ય ત્રણ જજમાં CJI રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે અને જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ હશે
ઉલ્લેખનીય છે કે આ પહેલા સુનાવણી દરમિયાન બન્ચના એક જસ્ટિસ ઉદય યુ લલિતે સુવાવણીથી પોતાને અલગ કરી લીધા હતા. જેથી સુપ્રીમ કોર્ટે રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ મામલાની સુનાવણી માટે નવી બેન્ચ બનાવવાનો નિર્ણય કર્યો હતો.
આ પહેલા સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કોર્ટેમાં જસ્ટિસ યૂયૂ લલિત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, 1994માં યૂયૂ લલિત કલ્યાણસિંહ માટે રજૂ થઈ ચૂક્યા છે. આ કારણે તે અલગ થઈ ગયા હતા
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર