Ayodhya Verdict: 2.77 એકર જમીન, જાણો 1528થી ચાલતો આખો વિવાદ

News18 Gujarati
Updated: November 9, 2019, 11:11 AM IST
Ayodhya Verdict: 2.77 એકર જમીન, જાણો 1528થી ચાલતો આખો વિવાદ
અયોધ્યાનો આખો મામલો વિવાદિત 2.77 એકર જમીન અંગે છે. 2010માં હાઇ કોર્ટે આ જમીનને ક્રણ ભાગમાં વહેંચી દીધી હતી.

અયોધ્યાનો આખો મામલો વિવાદિત 2.77 એકર જમીન અંગે છે. 2010માં હાઇ કોર્ટે આ જમીનને ક્રણ ભાગમાં વહેંચી દીધી હતી.

 • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સુપ્રીમ કોર્ટનો નિર્ણય ગણતરીની મિનિટોમાં આવશે. દેશનો બહુપ્રતીક્ષિત નિર્ણય આજે સંભળાવવામાં આવશે. જેનાં પર વર્ષોથી રાજકારણ રમાઇ રહ્યું છે. રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનો આ વિવાદ દાયકાઓ જુનો છે. ઇલાહાબાદ હાઇ કોર્ટે તેનાં પર નિર્ણય વર્ષ 2010માં સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે 40 દિવસની મેરેથોન સુનાવણી કરી અને હવે આ મુદ્દે નિર્ણય આવવાનો છે. ખરેખરમાં આ વિવાદમાં ઘણાં મુદ્દાઓ છે. પણ સૌથી મોટો વિવાદ જમીન વિવાદ છે. આ વિવાદ 2.77 એકરની જમીનને લઇને છે. સુપ્રીમ કોર્ટની સામે સૌથી અહમ સવાલ હતો કે, 2.77 એકર વિવાદિત જમીન પર માલિકી હક કોનો છે?

અયોધ્યા વિવાદનો પાયો આશરે 400 વર્ષ પહેલાં પડી ગયો હતો. વર્ષ 2010માં હાઇ કોર્ટે આ નિર્ણયમાં વિવાદિત જમીનને ત્રણ ભાગમાં વહેંચી દીધી હતી. જેમાં એક ભાગ રામ મંદિર, બીજો સુન્ની વક્ફ બોર્ડ અને ત્રીજો નિર્મોહી અખાડાને મળ્યો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટે હાઇ કોર્ટનાં નિર્ણય પર રોક લગાવી છે. આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 14 અપીલ દાખલ થઇ હતી.

આ પણ વાંચો- Ayodhya Case : સુપ્રીમ કોર્ટે અયોધ્યાના ચુકાદા માટે શનિવારનો દિવસ કેમ પસંદ કર્યો

વિવાદિત જમીન કૂલ 2.77 એકરની છે. તેની પાસે જ 67 એકરની જમીન સરકારની પાસે જ છે. તે વિવાદિત સ્તળની પાસે જ સુન્ની વક્ફ બોર્ડની જમીન છે. રામ જન્મભૂમિની જમીન 42 એકર છે. આસપાસ ઘણાં મંદીર છે. પણ વિવાદ નાનકડાં ભૂમિખંડને લઇને છે. જ્યાં બાબરી મસ્જિદનો ગુંબજ અને રામ લલા વિરાજમાન છે. આ ભૂમિખંડમાં બાબરી મસ્જિદ ઢાંચો, રામ લલા વિરાજમાન, રામ ચબૂતરા, સિંહદ્વાર અને સીતા રસોઇ છે.

આ પણ વાંચો-1528માં મસ્જિદના નિર્માણથી 2019માં કોર્ટમાં સુનાવણી સુધી, અયોધ્યા જમીન વિવાદની સંપૂર્ણ કહાની

જાણો 1528થી 2019 સુધીની અયોધ્યા મામલે વિવાદ

 • 16 ઓગષ્ટ 2019- સંવિધાન પીઠે સતત 40 દિવસ સુધી બંને પક્ષોની દલીલ સાંભળી 16 ઓક્ટોબર 2019ની સુનાવણી પૂર્ણ થઇ અને નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો.

 • 6 ઓગષ્ટ 2019- સુપ્રીમ કોર્ટેની પહેલ પર મધ્યસ્થતાનો પ્રયાસ વિફલ રહ્યો બાદમાં SCનાં પાંચ જજની સંવિધાન પીઠે નિર્ણયાક સુનાવણી શરૂ કરી

 • 2011- સુપ્રીમ કોર્ટે ઇલાહાબાદ હાઇોક્ટનાં નિર્ણય પર રોક લગાવી.

 • 30 સેપ્ટેમ્બર, 2010- ઇલાહાબાદ હાઇકોર્ટે તેમનાં નિર્ણયમાં વિવાદિત પરિસરનો 2:3 ભાગ હિન્દૂ પક્ષકારોને અને 1:3 ભાગ વક્ફ બોર્ડને સોંપી દીધો.

 • 2002- કાર સેવકોને લઇ જઇ રહેલી એક ટ્રેન પર ગોધરામાં હુમલો થયો જેમાં 58 લોકોનાં મોત થયા. તે બાદ ગુજરાતમાં કૌમી રમખાણ થયા અને જેમાં 2000થી વધુ લોકોનાં મોત થયા.

 • 2001- સ્પેશલ જજે એલકે અડવાણી અને કલ્યાણ સિંહ સહિત 13 આરોપીઓ વિરુદ્ધ ષડયંત્રનાં ચાર્જ હટાવ્યાં.

 • 6 ડિસેમ્બર, 1992- કારસેવકોની ભીડે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરી. તે બાદ હિન્દુ-મુસ્લિમ રમખાણ થયા. જેમાં આશરે 2000 લોકોનાં મોત થયા.

 • 1986 જિલ્લા જજે વિવાદિત પરિસરથી તાળુ ખોલવાનો આદેશ આપ્યો તથા હિન્દુઓને પૂજા કરવાની પરવાનગી આપી

 • 1961 યૂપી સુન્ની વક્ફ બોર્ડનાં પરિસર પર કબ્જો અને મૂર્તિ હટાવવા માટે એક અરજી દાખલ કરવામાં આવી.

 • 1959 નિર્મોહી અખાડાએ ત્રીજી અરજી દાખલ કરી.

 • 1950 ફૈઝાબાદ સિવિલ કોર્ટમાં રામ લલાની પૂજા કરવા અને પરિસરમાં મૂર્તિ મુકવા બાબતે બે અરજી દાખલ કરવામાં આવી.

 • 1949 માં મસ્જિદની અંદર ભગવાન રામની મૂર્તિ દેખાઇ. મુસલમાનોએ આ ઘટનાનો વિરોદ કર્યો અને આરોપ લગાવ્યો કે હિન્દુઓ આવીને આ મૂર્તિ અહીં મુકી ગયા છે. સરકારે પરિસરને વિવાદિત જાહેર કરી અને તે ગેટ બંધ કરી દીધો.

 • 1859માં બ્રિટિશ અધિકારિઓએ પૂજાસ્થળ અલગ કરવા માટે દિવાલ બનાવી દીધી. ઇનર સર્કિટ મુસલમાનો માટે જ્યારે બહારનો ભાગ હિન્દુઓ માટે નક્કી કરવામાં આવ્યો.

 • 1853માં વિવાદિત સ્થળ પર પહેલી સાંપ્રદાયિક હિંસાની ઘટના દાખલ કરી છે.

 • 1528 મુઘલ બાદશાહ બાબરે મસ્જિદની સ્થાપના કરી હતી. હિન્દુ આ જગ્યાને ભગવાન રામનું જન્મસ્થાન ગણાવે છે અને મસ્જિદ પહેલાં અહીં મંદિર હોવાનો દાવો કરે છે.

First published: November 9, 2019
વધુ વાંચો
अगली ख़बर