દિલ્હી: ભયાનક આગનાં 17 મૃતકોનાં પરિજનોને રૂ. 5 લાખનાં વળતરની જાહેરાત

દિલ્હીનાં બવાના વિસ્તારનાં ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં મેયરે એક ટીમ બનાવી તપાસ કરવાના આદેશ આપ્યા

દિલ્હીનાં બવાના વિસ્તારનાં ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં મેયરે એક ટીમ બનાવી તપાસ કરવાના આદેશ આપ્યા

 • Share this:
  નવી દિલ્હી: દિલ્હીનાં બવાના વિસ્તારનાં ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગની ઘટનાને લઈને મેયરે એક ટીમ બનાવી તપાસ કરવાના આદેશ આપી દીધા છે. એટલું જ નહીં બે દિવસની અંદર તપાસનો અહેવાલ સોંપવા પણ જણાવ્યું છે. આ રિપોર્ટના આધારે ફેક્ટરી માલિક સામે કાર્યવાહી કરાશે ઉપરાંત ફેક્ટરીનું લાયસન્સ પણ રદ કરવામાં આવી શકે છે.  રાજધાનીની એક સાથે ત્રણ ફેક્ટરીમાં લાગેલી આગની ઘટનામાં પોલીસે ફેક્ટરીના માલિકની ધરપકડ કરી છે. ફેક્ટરી માલિક સામે બેદરકારી સહિતના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. સાથે જ કેજરીવાલે મૃતકોના પરિવારજનોને રૂપિયા 5-5 લાખ રૂપિયા વળતર પેટે આપવાની જાહેરાત કરી છે. જ્યારે ઘાયલોને 1-1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

  પ્રધાનમંત્રી મોદીએ પણ મ઼ત્કોનાં પરિવરાજનોને સાંત્વના આપી   ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગેલી આગમાં આજુ બાજુની ફેક્ટરી પણ જપેટમાં આવી ગઇ હતી. જેમાં નવ લોકોના મોત થયા છે. એટલું જ નહીં હજુ મોટી સંખ્યામાં લોકો ફંસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળ પર 10 ફાયરબ્રિગેડ ગાડીઓ પહોંચી ગઈ છે. હાલમાં આગ પર કાબુ મેળવાઇ ગયો છે.

  દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ દુ:ખ વ્યક્ત કર્યું 

  આગ એટલી ભયાનક હતી કે, લોકો બહાર જ ન નીકળી શક્યા. આગમાં ફસાયેલા લોકોમાંથી અત્યાર સુધીમાં 17 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે કેટલાએ લોકો હજુ અંદર ફસાયા છે. ફેક્ટરીમાં કામ કરતા મજૂરો જીવ બચાવવા માટે ત્રીજા માળેથી કુદી ગયા. હાલમાં 10 ફાયરફાઈટર ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે.
  Published by:Margi Pandya
  First published: