ન્યૂઝ18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ એવું છે કે કોઇપણ તેમનાથી પ્રભાવિત થયા વગર રહી નથી શકતા. જી20 સમિટમાં જાપાનનાં ઓસાકામાં વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન સ્કોટ મોરિસનની મુલાકાત થઇ હતી. આ મુલાકાતને ઓસ્ટ્રેલિયાનાં પીએમએ ટ્વિટ કરીને જાહેર કરી છે. જેમાં તેમણે વડાપ્રધાન મોદીની પ્રસંશા કરતા કહ્યું છે કે, 'Kithana acha he Modi!'
ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન સ્કોટ મોરિસને પોતાના ઓફિશીયલ ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને પોસ્ટ કર્યું છે. આ સાથે તેમણે એક તસવીર પણ શેર કરી છે જેમાં વડાપ્રધાન મોદી સાથે તેઓ હસતા દેખાઇ રહ્યાં છે.
મહત્વનું છે કે વડાપ્રધાન મોદીએ ઓસાકામાં પત્રકારોને જાણકારી આપી કે તેમની ટ્રમ્પ સાથે 5G, દ્વિપક્ષીય સંબંધો અને રક્ષા સંબંધો પર વાત થઈ. પીએમ મોદીએ ટ્રમ્પે માટે કહ્યું કે આપે જીત માટે શુભેચ્છાઓ પાઠવી, આપનો ભારત પ્રત્યે પ્રેમ છે, તેના માટે આભારી છું.
આ દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીને પોતાના મિત્ર ગણાવ્યા. ટ્રમ્પે કહ્યું કે અમે સારા મિત્ર છીએ અને મળીને કામ કરી શકીએ છીએ. હું આ વિશ્વાસ સાથે કહી શકું છું. અમે મિલિટ્રી સહિત અનેક પાસાઓ પર કામ કરીશું, અમે આજે વેપાર પર ચર્ચા કરીશું.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર