એટોર્ની જનરલનો U-ટર્ન, ચોરી નથી થયા રાફેલના દસ્તાવેજ, તેની ફોટોકોપી કરવામાં આવી

એટોર્ની જનરલનો U-ટર્ન, ચોરી નથી થયા રાફેલના દસ્તાવેજ, તેની ફોટોકોપી કરવામાં આવી

એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે રાફેલ ડીલ સાથે જોડાયેલ દસ્તાવેજ રક્ષા મંત્રાલયથી ચોરી થઈ ગયા છે

 • Share this:
  એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે રાફેલ ડીલ સાથે જોડાયેલ દસ્તાવેજ રક્ષા મંત્રાલયથી ચોરી થઈ ગયા છે. જોકે શુક્રવારે પોતાના નિવેદનથી યૂ ટર્ન લેતા વેણુગોપાલે કહ્યું હતું કે દસ્તાવેજ ચોરી થયા નથી. તેમણે કહ્યું હતું કે તે સુપ્રીમ કોર્ટમાં કહેવા માંગતા હતા કે ડીલની તપાસની માંગણી કરનાર અરજીકર્તાએ દસ્તાવેજની ફોટોકોપીનો ઉપયોગ કર્યો હતો. ડીલના દસ્તાવેજ સરકારના સીક્રેટ દસ્તાવેજ હતા.

  વેણુગોપાલે પીટીઆઈને કહ્યું હતું કે વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે કે મેં સુપ્રીમ કોર્ટમાં દલીલ આપી હતી કે દસ્તાવેજ રક્ષા મંત્રાલયથી ચોરી થઈ ગયા છે. આ સાવ ખોટું છે. એમ કહેવું કે દસ્તાવેજ ચોરી થયા છે તે સાવ ખોટું છે.

  આ પણ વાંચો - મુસ્લિમ નહીં દલિત છે SP ઉમેદવાર શબ્બીર અહમદ, રસપ્રદ છે તેમના નામની કહાની

  ઉલ્લેખનીય છે કે મામલાની સુનાવણી દરમિયાન બુધવારે એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કોર્ટમાં કહ્યું હતું કે જે દસ્તાવેજો ઉપર એડવોકેટ પ્રશાંત ભૂષણ વિશ્વાસ કરી રહ્યા છે તે રક્ષા મંત્રાલયમાંથી ચોરી થયા છે. રક્ષા મંત્રાલયમાંથી ચોરી થયેલા દસ્તાવેજનો મામલો એટલો ગંભીર છે કે તેમને ઓફિશિયલ સીક્રેટ એક્ટ 1923 પ્રમાણે અભિયોજનનો સામનો કરવો પડશે. સરકાર આ મામલે ક્રિમીનલ એક્શન લેવા ઉપર વિચાર કરી રહી છે.

  દસ્તાવેજોની ચોરીને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા.
  Published by:Ashish Goyal
  First published: