બરેલી પહોંચતા જ સાક્ષી મિશ્રા પર હુમલો, સામે આવ્યા CCTV ફૂટેજ

બરેલી પહોંચતા જ સાક્ષી મિશ્રા પર હુમલો

સાક્ષી અને અજિતેશ ચુપચાપ રીતે બરેલી પહોંચ્યા હતા

 • Share this:
  બરેલી : આંતરજ્ઞાતીય પ્રેમ વિવાહ (Inter Caste Marriage) પછી ચર્ચામાં આવેલી બરેલી (Bareilly)ના બીજેપી ધારાસભ્ય (BJP MLA) રાજેશ મિશ્રા ઉર્ફે પપ્પૂ ભરતૌલની પુત્રી સાક્ષી મિશ્રા (Sakshi Mishra) પર શનિવારે હુમલો થયો છે. હુમલાની આ ઘટના બરેલીના ઇજ્જત નગર પોલીસ ક્ષેત્રના વીર સાવરકર નગરની છે. બતાવવામાં આવી રહ્યું છે કે સાક્ષી અને અજિતેશ ચુપચાપ રીતે બરેલી પહોંચ્યા હતા. આ ઘટનાની પૃષ્ટી સાક્ષીએ ન્યૂઝ 18 સાથેની ખાસ વાતચીતમાં કરી છે. અજિતેશના પડોશમાં રહેનારી યોગિતા ત્રિપાઠી ઉપર સાક્ષી મિશ્રાએ મારપીટનો આરોપ લગાવ્યો છે. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સાક્ષી પડોશીના ઘરેથી બહાર નિકળતી જોવા મળી રહી છે.

  સાક્ષી મિશ્રાએ આરોપ લગાવ્યો છે કે બરેલી પહોંચ્યા પર યોગિતા તેના લગ્નને લઈને સોશિયલ મીડિયા ઉપર ખરાબ કોમેન્ટ લખી રહી હતી. તેણે જણાવ્યું હતું કે આ બાબત પુછવા પર યોગિતાએ તેની ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. રકઝક પછી મામલો મારપીટ સુધી પહોંચ્યો હતો. સાક્ષીના મતે તેને ગંભીર ઇજા પહોંચી છે. સાક્ષીએ યોગિતા અને તેના પતિ અંશુમાન ત્રિપાઠી સામે પોલીસમાં ફરિયાદ કરી છે.

  આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે


  સાક્ષીએ બરેલી પોલીસ ઉપર જબરજસ્તી સમજુતી કરીને દબાણ બનાવવાનો આરોપ લગાવ્યો છે. સાક્ષીએ કહ્યું હતું કે સ્થળ ઉપર પહોંચેલા ચોકી ઇન્ચાર્જે જેલ મોકલવાની સુધીની ધમકી આપી હતી. આ પછી અમે ડરી ગયા હતા. હાલ મારપીટની આ ઘટના પછી સાક્ષી અન અજિતેશ ડરેલા છે. ઇજ્જતનગરના એસઓ કેક વર્માના મતે સાક્ષી અને પડોશમાં રહેતી યોગિતા વચ્ચે ઝઘડો થયો હતો. એકબીજાની સહમતીથી બંને પરિવારમાં સુલેહ થઈ ગઈ છે.
  Published by:Ashish Goyal
  First published: