બિહારમાં CMના કાફલા પર હુમલો, નીતિશકુમાર બચ્યા, સુરક્ષાકર્મી ઘાયલ
News18 Gujarati
Updated: January 12, 2018, 5:58 PM IST
News18 Gujarati
Updated: January 12, 2018, 5:58 PM IST
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના કાફલા પર પથ્થરમારાની ઘટના બનતા પુરા રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ હુમલો બિહારના બક્સર જીલ્લામાં સમીક્ષાયાત્રા દરમ્યાન થયો. સીએમના કાફલા પર કેટલાક અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો. જોકે આ હુમલામાં સીએમ નીતિશકુમારને કોઈ જાન-હાની પહોંચી નથી, પરંતુ કેટલાક સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે.
ઉલ્લેખનીય છે કે, સીએમની સમીક્ષા અને વિકાસયાત્રામાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોડવવામાં આવ્યો હતો, તેના માટે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ ગોઠવાયા હતા. સાથે રસ્તા પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે તેવી કહેવામાં આવ્યું હતું. તો પણ આ રીતે સીએમના કાફલા પર હુમલો થતા સુરક્ષા મુદ્દે લાપરવાહી થઈ હોવાનું બહાર આવ્યું છે.
હુમલામાં નીતિશકુમારને તો સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા, પરંતુ સુરક્ષા માટે રાખવામાં આવેલ ગાડીઓની ટોળાએ તોડફોડ કરી. નીતિશકુમારના સુરક્ષાકર્મીઓ પણ આ હુમલામાં ઘાયલ થયા છે.

#Visuals from Buxar's Nandan following attack on convoy of Bihar Chief Minister Nitish Kumar during a 'samiksha yatra'. CM was rescued safely but security persons were injured in the attack pic.twitter.com/cdNMV7DiCV
— ANI (@ANI) January 12, 2018