'અટલ વિદાય યાત્રા' : દીકરીએ ગંગામાં કર્યું અસ્થિ વિસર્જન

News18 Gujarati
Updated: August 19, 2018, 2:07 PM IST
'અટલ વિદાય યાત્રા' : દીકરીએ ગંગામાં કર્યું અસ્થિ વિસર્જન
હરિદ્વારના બ્રહ્મકુંડમાં મંત્રોચ્ચાર સાથે અસ્થિ વિસર્જન કરાયા

ઉત્તરાખંડના હરિદ્વારની ગંગા નદીમાં તથા ઉત્તર પ્રદેશની વિવિધ નદીઓમાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે.

  • Share this:
પૂર્વ વડાપ્રધાન મંત્રી અટલ બિહારી વાજપેયીના રવિવારે આજે અસ્થિ વિસર્જન કરવામાં આવી છે.વાજપેયીના દીકરી નમિતાએ તેમની અસ્થિઓને ગંગામાં વિસર્જિત કરી. તેમની સાથે આ દરમિયાન વાજપેયીના પરિવારજનો, ભાજપા અધ્યક્ષ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત પણ હાજર રહ્યાં હતાં.

હરિદ્વારના બ્રહ્મકુંડમાં અસ્થિ વિસર્જન  થયા

હરિદ્વારના બ્રહ્મકુંડમાં મંત્રોચ્ચાર સાથે અસ્થિ વિસર્જન કરીને આખરી વિદાય આપવા આવી. વાજપેયીના દીકરી નિમિતા ભટ્ટાચાર્ય સાથે પરિવારના અન્ય લોકો પણ આખરી વિદાયમાં સાથે રહ્યાં હતાં.  નોંધનીય છે કે ઉત્તરાખંડના હરિદ્વારની ગંગા નદીમાં તથા ઉત્તર પ્રદેશની વિવિધ નદીઓમાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે. ભારતની 100 નદીઓમાં અટલજીના અસ્થિ વસર્જન કરવામાં આવશે.

અસ્થિ વિસર્જન પહેલા અસ્થિ કળશ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં માણસો જોડાયા હતાં.  જે બે કિલોમીટર લાંબી ચાલી હતી.અમિત શાહ અને રાજનાથ સિંહ હાજર

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો અસ્થિ કળશ લઇને બીજેપી અધ્યક્ષ અમિત શાહ દેહરાદૂનના જોલી ગ્રાંટ એરપોર્ટ પહોંચી ગયા હતાં. અહીંયાથી તે લોકો અસ્થિ લઇને પ્રેમ આશ્રમ ગયા હતાં. તે બાદ હરિદ્વારમાં હરકીપૌડીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવ્યાં હતાં. આ દરમિયાન બીજેપી અધ્યક્ષ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના સીએમ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત પણ હાજર રહ્યાં હતાં.

નોંધનીય છે કે શુક્રવારે દિલ્હીના રાષ્ટ્રીય સ્મૃતિ ખાતે અટલજીના પાર્થિવ દેહને તેમના દત્તક પુત્રી નમિતાએ મુખાગ્નિ આપી હતી. અટલજીની અંતિમ યાત્રામાં પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુ. ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિત વિદેશી મહેમાન પણ હાજર રહ્યા હતા.
First published: August 19, 2018
વધુ વાંચો
अगली ख़बर