Home /News /india /

નાગરિકતા બિલ પર વધી રહેલા વિરોધ વચ્ચે બોલ્યા પીએમ મોદી - અસમને બર્બાદ થવા નહીં દઈએ

નાગરિકતા બિલ પર વધી રહેલા વિરોધ વચ્ચે બોલ્યા પીએમ મોદી - અસમને બર્બાદ થવા નહીં દઈએ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અસમના ગુવાહાટીમાં ઘણી યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અસમના ગુવાહાટીમાં ઘણી યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અસમના ગુવાહાટીમાં ઘણી યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે એક રેલીને સંબોધિત કરતા પોતાની સરકારની સિદ્ધિઓ ગણાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે એનઆરસી અને નાગરિકતા બિલ પર ઉત્તર પૂર્વમાં લોકો વચ્ચે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.

    પીએમ મોદીએ કહ્યું હતું કે જે NRCને અમલમાં લાવવા માટે જુની સરકાર બચી રહી હતી તેની ઉપર અમે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં કાર્યવાહી કરી છે. અમારો પ્રયત્ન છે કે નક્કી સમયમાં આ પ્રક્રિયાને પુરી કરવામાં આવે. NRCની સાથે-સાથે હું એ પણ કહેવા આવ્યો છું કે નાગરિકતા સાથે જોડાયેલા કાનુનને લઈને ઘણો મોટો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.

    પીએમ મોદીએ કહ્યું હતું કે નાગરિકતા સંશોધનનો વિષય ફક્ત અસમ કે નોર્થ ઇસ્ટ સાથે જોડાયેલ નથી પણ દેશના અનેક ભાગોમાં મા ભારતી પર આસ્થા રાખનાર એવા સંતાનો છે, જેમણે પોતાનો જીવ બચાવીને ભારત આવવું પડ્યું છે. પછી તે પાકિસ્તાનથી આવ્યા હોય, અફઘાનિસ્તાનથી આવ્યા હોય કે બાંગ્લાદેશથી. આ 1947 પહેલા ભારતનો ભાગ હતા. આપણાથી અલગ થયેલા દેશોમાં જે અલ્પસંખ્યક એટલે કે હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઇસાઈ ત્યાં રહી ગયા હતા તેમને સંરક્ષણ આપવો અમારી ફરજ છે.

    આ પણ વાંચો - ચંદ્રાબાબુ નાયડુએ દિલ્હીની રેલીમાં લોકોને લાવવા માટે ભાડે લીધી 1.12 કરોડની બે ટ્રેન

    પીએમ મોદીએ કહ્યું હતું કે અસમ અને ઉત્તર પૂર્વના લોકો સાથે મારા વિશેષ લગાવ છે. તમારો સ્નેહ અને આર્શીવાદ માટે મહત્વપૂર્ણ છે. જેટલો અધિકાર તમારો મારા ઉપર છે તેટલું જ દાયિત્વ મારું પણ તમારા પ્રત્યે છે. આ સાથે પીએમે કહ્યું હતું કે અસમને બર્બાદ થવા દઈશું નહીં. જે લોકોએ અસમને ચાર રસ્તા પર લાવીને ઉભા રાખ્યું છે તેનાથી અમે લડીશું. દેશની એકતા રહેવી જોઈએ, અસન બચવું જોઈએ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Citizenship Bill, આસામ, નરેન્દ્ર મોદી, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन