આસામમાં રાષ્ટ્રીય નાગરિક નોંધણી (NRC)નો બીજો ડ્રાફ્ટ ગઇ કાલે જાહેર કરવામાં આવ્યો હતો. જેના આંકડાઓને કારણે ભારે હોબાળો મચી ગયો છે. આ ડ્રાફ્ટના આંકડામાં જણાવવામાં આવ્યું છે કે આસામમાં રહેતા લોકોમાંથી 2.9 કરોડ લોકો જ ભારતીય નાગરીક્તાનો હક ધરાવે છે. જ્યારે બાકીના આશરે 40 લાખ લોકો નાગરીક્તાના જે ધારાધોરણો છે તેમાં સામેલ નથી થતા.
આ સ્થિતિ વચ્ચે ગમે ત્યારે આસામમાં આ નારાજ લોકો દ્વારા હિંસા થઇ શકે છે તેવી શક્યતાને કારણે હાલ સાત જિલ્લામાં 144 લાગુ કરી દેવાઇ છે. આસામમાં બાંગ્લાદેશીઓ પણ રહેતા હોવાથી ભારે વિવાદ થતો રહે છે. જેને પગલે આ યાદી તૈયાર કરવામાં આવી રહી છે.
NRCમાં સેનાના વર્ષોથી દેશની સેવા કરનાર અઝમલ હકનું નામ પણ સામેલ નથી. હાલમાં જ સેનાના આ રિટાયર્ડ અધિકારીને ફોરનર્સ ટ્રિબ્યુનલમાં મુકવામાં આવ્યાં હતાં. તેમાં તેમની નાગરિક તરીકેની ઓળખ પણ માંગવામાં આવી. આ મામલામાં રસપ્રદ વાત એ છે કે તેમના પરિવારના ત્રણ લોકોના નામ નોંધણીમાં સામેલ છે.
આ રીતે બીજેપીના એક વિધાયક અનંત કુમાર માલોનું પણ નામ NRCમાં નથી. તેઓ દક્ષિણ અભયપુરીના સંસદ છે.
ઉલ્ફાના ચીફ રહેલા પરેશ બરૂઆનું નામ આ યાદીમાં છે. નોંધનીય છે કે તે વિદેશમાં ભૂમિગત જીવન જીવી રહ્યાં છે. જ્યારે તેની પત્ની અને બાળકોના નામ આમાં નથી. તેના બાળકો અહીં જન્મયા નથી. જેથી પત્ની અને બાળકોના નામ હોવા જોઇએ.
આ રીતે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી એહમદના ભત્રીજા જિયાઉદ્દીન અલી એહમદનું નામ NRCમાં નથી. તેમણે આશા દર્શાવી છે કે આ અંગે સરકાર કંઇ કરશે.
આ મામલામાં તંત્ર જણાવી રહ્યું છે કે, 'જે લોકોના નામ નથી તેમને જરૂરી દસ્તાવેજ આપવા અંગે તક આપવામાં આવશે.' જે લોકોના નામ આમાં નથી તેમાંથી મોટાભાગના લોકોની ચિંતા એ છે કે તેમના દસ્તાવેજ પૂર અને અન્ય કુદરતી આપદાના કારણે તેમના દસ્તાવેજ ગાયબ થઇ ગયા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર