આસમના વિત્ત મંત્રી હિમંતા બિસ્વા સરમાએ આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર(NRC)ના ડેટા સાથે છેડછાડ કરવામાં આવી છે. હિમંતા બિસ્વાએ કહ્યું હતું કે NRCની ફાઇનલ લિસ્ટમાં ઘણા એવા લોકોના નામ સામેલ નથી જે 1971 પહેલા બાંગ્લાદેશથી ભારત આવ્યા હતા. સરમાએ એક પછી એક ઘણા ટ્વિટ કરીને આરોપ લગાવ્યો છે કે ડેટા સાથે છેડછાડ કરવામાં આવી છે.
સરમાએ ટ્વિટ કરતા લખ્યું હતું કે એનઆરસીમાં ઘણા એવા ભારતીય નાગરિકોના નામ સામિલ નથી જે 1971થી પહેલા શરણાર્થિઓના રુપમાં બાંગ્લાદેશમાંથી આવ્યા હતા કારણ કે અધિકારીઓએ શરણાર્થી પ્રમાણ પત્ર લેવાથી ઇન્કાર કરી દીધો છે.
તેમણે કહ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકારોએ પહેલા કરેલ અનુરોધ પ્રમાણે સુપ્રીમ કોર્ટે સીમાવર્તી જિલ્લામાં ઓછામાં ઓછા 20 ટકા અને બાકી અઆસમમાં 10 ટકા ફરીથી વેરિફિકેશનની મંજુરી આપવી જોઈએ.
બંને સરકારે ખાસ કરીને બાંગ્લાદેશની સરહદ સાથે લાગેલા જિલ્લાઓમાં એનઆરસી ખોટી રીતે સામેલ નામ અને બહાર કરેલા નામના ઓળખ માટે નમૂનાને ફરીથી વેરિફિકેશનને લઈને કોર્ટમાં બે વખત અપીલ કરી હતી. કોર્ટે આ મહિનાની શરુઆતમાં સખત શબ્દોમાં કહ્યું હતું બધી પ્રક્રિયા ફરીથી શરુ કરી શકાય નહીં.
ઉલ્લખનીય છે કે આસમમાં એનઆરસીનું અંતિમ લિસ્ટ શનિવારે ઓનલાઇન જાહેર કરી દેવામાં આવ્યું છે. એનઆરસીમાં સામેલ થવા માટે 3,30,27,661 લોકોએ અરજી કરી હતી. જેમાંથી 3,11,21,004 લોકોનો સમાવેશ કરાયો છે. જ્યારે 19,06,657 લોકોને બહાર કરી દેવામાં આવ્યા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર