રાજનાથની મુલાકાત પહેલા પોલીસ-ઉલ્ફા ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણ, ઇન્સ્પેક્ટર શહીદ

News18 Gujarati
Updated: May 5, 2018, 9:27 AM IST
રાજનાથની મુલાકાત પહેલા પોલીસ-ઉલ્ફા ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણ, ઇન્સ્પેક્ટર શહીદ

  • Share this:
ગૃહમંત્રી રાજનાથ સિંહ 6 મેના રોજ આસામની મુલાકાતે જવાના છે. તે પહેલા તિનસુકિયા અને ગોહાટીમાં ઉલ્ફા (એસ) ઉગ્રવાદીઓ અને પોલીસ વચ્ચે અથડામણ શરૂ થઇ છે. શુક્રવારે મોડી રાતે થયેલા હુમલામાં બોર્ડ્રમ્સા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ભાસ્કર કલિતા શહીદ થઇ ગયા છે જ્યારે જવાનોએ બે ઉગ્રવાદીઓને ઠાર કર્યા છે.

પોલીસ મહાનિદેશક (સ્પેશિયલ બ્રાંચ) પલ્લવ ભટ્ટાચાર્યએ આ મામલે જાણકારી આપતાં કહ્યું છે કે બોર્ડ્રમ્સાની પાસે એક ઘરમાં ઉલ્ફા (આઈ)ના ઉગ્રવાદીઓ હોવાની જાણકારી મળી હતી. જે પછી ભાસ્કર કલિતાના નેતૃત્વમાં અસમ પોલીસ અને સીઆરપીએફની કોબરા બટાલિયને વિસ્તારમાં શોધખોળ કરી હતી.

બોર્ડ્રમ્સાના વિસ્તાર તિનસુકિયાથી 80 કિલોમીટરના અંતરે છે. અહીંયા ઉગ્રવાદીઓ અને પોલીસ વચ્ચે ઘણી ફાયરીંગ થઇ. બે ગ્રેનેડ બ્લાસ્ટ પણ થયા. આ અથડામણમાં પોલીસ ઇન્સપેક્ટર ભાસ્કર કલિતા ગોળી વાગવાથી શહીદ થયા છે. કેટલાક જવાનો પણ ઘાયલ છે.

અધિકારી પ્રમાણે આ અથડામણમાં સુરક્ષા દળોએ 2 ઉલ્ફા ઉગ્રવાદીઓને ઠાર કર્યા છે જ્યારે એકની ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષાદળોએ મોટી માત્રામાં હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યાં છે. અત્યારે અથડામણ બંધ થઇ ગઇ છે. ઘાયલ જવાનોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં છે.
First published: May 5, 2018, 9:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading