પોંડુચેરીમાં ગાંધી જયંતીના પ્રસંગે એક કાર્યક્રમમાં ઉપ રાજ્યપાલ કિરણ બેદી અને AIDMK એમએલએ વચ્ચે મંચ પર જોરદાર રકઝક થઈ હતી. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે કિરણ બેદી નારાજ છે અને એમએલએને કહી રહી છે કે કૃપા કરીને અહીંથી ચાલ્યા જાવ.
આ પછી AIDMK એ અનબલગને બે વખત કિરણ બેદીને પ્લીસ ગો કહ્યું હતું. એમએલએએ જ્યારે એલજી કિરણ બેદીને પ્લીસ ગો કહ્યું તો ત્યાં હાજર રહેલા ઘણા લોકોએ તાળીઓ પણ પાડી હતી. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ ઘટના ત્યારે બની હતી જ્યારે ખુલ્લામાંથી શૌચ મુક્ત રાજ્ય જાહેર કરવા માટે પોંડચેરીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મળેલી જાણકારી પ્રમાણે સ્પીચ દરમિયાન એમએલએનું માઇક બંધ થઈ ગયું હતું જેમાં તે પોંડુચેરી પ્રશાસનની ટિકા કરી રહ્યા હતા.
#WATCH Verbal spat on stage between Puducherry Governor Kiran Bedi and AIADMK MLA A Anbalagan at a government function. The argument reportedly broke out over duration of MLA's speech pic.twitter.com/bptFSr80nC
એમએલએનો આરોપ છે કે કિરણ બેદીના કહેવા પર તેનું માઇક બંધ કરવામાં આવ્યું હતું. આ કારણે એમએલએ ભડક્યો હતો. વિવાદ થતા એમએલએએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. જોકે આ મામલે કિરણ બેદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે એક એમએલએના બોલવા દરમિયાન માઇક બંધ થઈ ગયું હતું, જ્યારે તેના ટુંકા ભાષણ માટે ભલામણ કરવામાં આવી હતી પણ તેણે અપીલ માની ન હતી. જેના કારણે એમએલએ ભડક્યો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર