AAP છોડ્યા પછી આશુતોષનો કેજરીવાલ પર પ્રહાર, ચૂંટણી માટે મારી જાતિનો થયો હતો ઉપયોગ

News18 Gujarati
Updated: August 29, 2018, 11:03 AM IST
AAP છોડ્યા પછી આશુતોષનો કેજરીવાલ પર પ્રહાર, ચૂંટણી માટે મારી જાતિનો થયો હતો ઉપયોગ
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યાં પછી પૂર્વ પત્રકાર આશુતોષે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર મોટો પ્રહાર કર્યો છે.

આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યાં પછી પૂર્વ પત્રકાર આશુતોષે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર મોટો પ્રહાર કર્યો છે.

  • Share this:
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યાં પછી પૂર્વ પત્રકાર આશુતોષે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર મોટો પ્રહાર કર્યો છે. બુધવારે આશુતોષે ટ્વિટ કર્યું હતું કે તેમના 23 વર્ષના પત્રકારત્વના કેરિયરમાં તેમણે ક્યારેય પોતાની જાતિનો ઉપયોગ નથી કરવો પડ્યો પરંતુ પાર્ટી તરફથી જ્યારે ચૂંટણી લડવી પડી ત્યારે મને આ અંગે કહેવું પડ્યું.

આશુતોષે બુધવારે લખ્યું હતું કે, " 23 વર્ષના પત્રકારત્વના કેરિયરમાં ક્યારેય કોઇએ મારી જાતિ કે ઉપનામ નથી પૂછ્યૂ. હું હંમેશા મારા નામથી જ ઓળખાતો હતો. પરંતુ જ્યારે 2014ના લોકસભા ચૂંટણી લડતી વખતે કાર્યકર્તાઓ સાથે મળ્યો ત્યારે મારી સરનેમ વિશે પૂછવામાં આવ્યું. મેં ત્યારે પણ તેનો વિરોધ કર્યો હતો. ત્યારે તેમણે મને કહ્યું હતું કે સર, તમે ચૂંટણી કઇ રીતે જીતશો. તમારી જાતિના અહીં ઘણાં વોટ છે."

નોંધનીય છે કે મંગળવારે આમ આદમી પાર્ટીના પ્રમુખ નેતા આતિશી મર્લેનાએ સોશિયલ મીડિયા પર નામ બદલવાનો મામલો સામે આવ્યો હતો. ટ્વિટર હેન્ડલ પર પહેલા તેમનું નામ આતિશી મર્લેના હતું પરંતુ હવે તેમના નામ પરથી માર્લેના હટાવી દેવામાં આવ્યું છે. જેના પરથી અનુમાન લગાવવામાં આવે છે કે તે આમ આદમી પાર્ટીની ઉમેદવાર બની શકે છે.
First published: August 29, 2018, 11:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading