ઓવૈસીનો રાહુલ ગાંધીને સવાલ- કોઈ મસ્જિદ કે દરગાહમાં કેમ ન ગયા?

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 23, 2017, 5:06 PM IST
ઓવૈસીનો રાહુલ ગાંધીને સવાલ- કોઈ મસ્જિદ કે દરગાહમાં કેમ ન ગયા?
ફાઇલ તસવીર.

  • Share this:
નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ રાહુલ ગુજરાતમાં કાર્યકરો સાથે ચૂંટણીમાં પરાજયનું મથન કરવા પહોંચ્યા છે. રાહુલ સીધા જ કેશોદ એરપોર્ટથી સોમનાથ પહોંચ્યા છે. અહીં તેમણે પૂજા, જળાભિષેક અને ધજા ચઢાવી હતી. રાહુલના સોમનાથના દર્શન કરવાના સમયે જ AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ અમુક સવાલો ઉઠાવ્યા છે.

રાહુલ મસ્જિદ કે દરગાહમાં કેમ ન ગયા?

ઓવૈસીએ રાહુલને સવાલ કરતા પૂછ્યું છે કે રાહુલ ગાંધી ગુજરાતના મંદિરે મંદિરે ગયા પરંતુ તેઓ કોઈ મસ્જિદ કે દરગાહ પર કેમ ન ગયા? રાહુલ પર નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું કે તેમણે મુસ્લિમોને નજરઅંદાજ કર્યા છે. તેઓ મંદિરે જઈ રહ્યા છે પરંતુ કોઈ મસ્જિદ કે દરગાહની મુલાકાત કેમ નથી લઈ રહ્યા?
First published: December 23, 2017, 12:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading