લીલા રંગ આગળ ન તો મોદીનો રંગ ટકશે કે ન તો કોંગ્રેસનો: ઓવૈસી

  • Share this:
ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર વિવાદીત નિવેદન આપ્યું છે.

શુક્રવારની રાતે હૈદરાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન રંગોની રાજનીતિ પર એક પગલુ આગળ વધારતા કહ્યું કે, 'અમારા રંગ આગળ કોઈ નહીં ટકે, ન મોદીનો રંગ ન કોઈ કોંગ્રેસનો રંગ.'

ઓવેસીએ કહ્યું, આપ કરે તો કશું નહી પરંતુ અમે જ્યારે લીલો રંગ પહેરીએ તો સંપૂર્ણ લીલો કરીશું. ઈંશા અલ્લાહ ... અને અમારા લીલા રંગની આગળ કોઈ રંગ નહીં ટકે, ન મોદીનો રંગ, ન કોઈ કોંગ્રેસનો. કોઈનો નહીં પરંતુ અમારો રંગ રહેશે ... લીલો લીલો લીલો...જણાવી દઈએ કે આ પહેલા ઓવૈસીએ કહ્યું હતું કે ભારત પર હિંદી,હિંદૂ અને હિંદુસ્તાનના આધાર પર શાસન ન કરી શકાય. તેમણે કહ્યું કે સાંસદ તરીકે ત્રણવાર શપથ લીધી છે અને 2019માં ફરી આવું થશે.
First published: