ટ્રિપલ તલાક બિલ વિરુદ્ધ ઓવૈસીએ આપ્યા આ તર્ક

Vinod | News18 Gujarati
Updated: December 28, 2017, 5:27 PM IST
ટ્રિપલ તલાક બિલ વિરુદ્ધ ઓવૈસીએ આપ્યા આ તર્ક
ઔવેસી AIMIMના અધ્યક્ષ છે

ઇસ્લામમાં તલાક-એ-બિદત અને દેશમાં ઘરેલૂ હિંસાનો કાયદો પહેલાથી જ લાગૂ છે. એવામાં દેશમાં નવા કાયદાની જરૂર નથી - ઓવૈસી

  • Share this:
નવી દિલ્હીઃ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ગુરુવારે લોકસભામાં ટ્રિપલ તલાક બિલ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, 'આ ઐતિહાસિક દિવસ છે. સુપ્રીમ કોર્ટે એક સાથે ટ્રિપલ તલાકને પાપ કહ્યું હતું. નારીના સન્માન અને ગરિમાનું બિલ છે.' બીજી તરફ એઆઈએમએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ટ્રિપલ તલાક બિલ સંવિધાનની વિરુદ્ધ છે. તે મહિલાઓના અધિકારોનો ભંગ કરે છે.

ઓવૈસીએ પોતાના ભાષણમાં શું તર્ક આપ્યા?

- ઇસ્લામમાં તલાક-એ-બિદત અને દેશમાં ઘરેલૂ હિંસાનો કાયદો પહેલાથી જ લાગૂ છે. એવામાં દેશમાં નવા કાયદાની જરૂર નથી.

- કેન્દ્ર સરકાર જે ટ્રિપલ તલાક બિલ લાવી રહી છે, તે સંવિધાન દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું હનન કરે છે.

- ટ્રિપલ તલાક પર સરકારનું બિલ કાયદાકીય બહુ અસરકારક નથી. તેમાં અનેક એવી જોગવાઈ છે જે કાનૂનસંગત નથી.

- સંસદને  ફક્ત એવા તર્ક પર ટ્રિપલ તલાક પર કાયદો બનાવવાનો અધિકાર નથી મળી જતો કે અહીં મૂળભૂત અધિકારોનો ભંગ થઈ રહ્યો છે.- ટ્રિપલ તલાક પર કોઈ નવો કાયદો લાવતા પહેલા લોકો વચ્ચે આ મુદ્દાઓને લઈને ચર્ચા કરવી જોઈએ.

- ઘરેલૂ હિંસા એક્ટ 2005 મહિલાઓને પહેલાથી જ સુરક્ષા આપી રહ્યો છે. એવામાં નવા કાયદાની જરૂર નથી.
First published: December 28, 2017
વધુ વાંચો
अगली ख़बर