લોકસભા ચૂંટણી 2019: આ વખતે વારાણસીથી ચૂંટણી નહીં લડે કેજરીવાલ

News18 Gujarati
Updated: January 13, 2019, 6:23 PM IST
લોકસભા ચૂંટણી 2019: આ વખતે વારાણસીથી ચૂંટણી નહીં લડે કેજરીવાલ
લોકસભા ચૂંટણી 2019: આ વખતે વારાણસીથી ચૂંટણી નહીં લડે કેજરીવાલ

2014માં લોકસભાની ચૂંટણી કેજરીવાલે મોદી સામે વારાણસીથી લડી હતી, જ્યાં મોદી સામે પરાજય થયો હતો

  • Share this:
2014ની લોકસભા ચૂંટણીમાં વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પડકાર આપનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી લોકસભાની ચૂંટણી લડશે નહીં. જોકે તે વારાણસીથી કોઇ અન્ય મજબુત ઉમેદવાર ઉભો રાખશે.

આપના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે કહ્યું હતું કે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ આગામી લોકસભા ચૂંટણી લડશે નહીં. તે દિલ્હીના મુખ્યમંત્રી છે અને પોતાના રાજ્ય પર વિશેષ ધ્યાન આપવા માંગે છે.

સંજય સિંહે કહ્યું હતું કે કેજરીવાલે નરેન્દ્ર મોદીને પાછલી લોકસભા ચૂંટણીમાં વારાણસી સીટ પર પડકાર આપ્યો હતો. પાર્ટી આ વખતે વારાણસીમાં કેજરીવાલના બદલે કોઈ અન્ય મજબૂત ઉમેદવારને ઉભો રાખશે.

આ પણ વાંચો - EXCLUSIVE: મોદી ભ્રષ્ટાચારી છે એટલે છુપાઈ જાય છે, મને સવાલ પૂછો તો હું જવાબ આપું છું: રાહુલ ગાંધી

ઉલ્લેખનીય છે કે 2013માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તત્કાલિન મુખ્યમંત્રી શીલા દીક્ષિતને નવી દિલ્હીની સીટ પરથી હરાવ્યા હતા. આ પછી 2014માં લોકસભામાં કેજરીવાલે મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી હતી. જ્યાં મોદી સામે પરાજય થયો હતો.

આપ પ્રવક્તાએ કહ્યું હતું કે તેમની પાર્ટી દિલ્હી, પંજાબ, હરિયાણા, ગોવા અને ચંદીગઢની બધી લોકસભા સીટો પર જ્યારે ઉત્તર પ્રદેશની કેટલીક સીટો પર ચૂંટણી લડશે.
First published: January 13, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading