Home /News /india /

કેજરીવાલે સ્વસ્તિક પર કર્યું Tweet, લોકો ભડક્યા, કહ્યું- બેશરમ વ્યક્તિ

કેજરીવાલે સ્વસ્તિક પર કર્યું Tweet, લોકો ભડક્યા, કહ્યું- બેશરમ વ્યક્તિ

કેજરીવાલે સ્વસ્તિક પણ કર્યું Tweet, લોકો ભડક્યા, કહ્યું - બેશરમ વ્યક્તિ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિવાદાસ્પદ ટ્વિટ કરીને ફરી એક વખત ફસાઈ ગયા

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિવાદાસ્પદ ટ્વિટ કરીને ફરી એક વખત ફસાઈ ગયા છે. સોશિયલ મીડિયા ઉપર લોકો કેજરીવાલની ઘણી ટીકા કરી રહ્યા છે. 20 માર્ચની રાત્રે કેજરીવાલે એક ટ્વિટ કર્યું હતું. જેમાં એક ફોટો હતો અને તેમાં કેપ્શન લખી હતી કે કોઈએ મોકલ્યો છે. ફોટોમાં એક વ્યક્તિના હાથમાં ઝાડુ છે અને તે હિન્દુઓના પ્રતિક ચિન્હ સ્વસ્તિકનો પીછો કરતો જોવા મળે છે. જેની સોશિયલ મીડિયા પર જોરદાર ટીકા થઈ રહી છે.

    આ મુદ્દે બીજેપીના ઘણા નેતાઓએ આપત્તિ વ્યક્ત કરી છે. ભાજપા નેતા અને દિલ્હી બીજેપીના પ્રવક્તા તેજિન્દર સિંહ બગ્ગાએ કેજરીવાલના ટ્વિટ પર રી ટ્વિટ કર્યું છે કે અરવિંદ જી તમને મોદી જી સાથે પરેશાની છે, તમને બીજેપીથી પરેશાની છે, તમને અમારી સાથે પરેશાની છે. તમે અમને જે કહેવું હોય તે કહો, અમને ગાળો આપો પણ હિન્દુ ધર્મના ચિન્હોને અપમાનિત ના કરો, સ્વસ્તિક અમારું પવિત્ર ચિન્હ છે, અમે તેની પૂજા કરીએ છીએ.



    આ પણ વાંચો - પુલવામા હુમલાને રામગોપાલ યાદવે ગણાવ્યું કાવતરું, કહ્યુ- સરકાર બદલાતા થશે તપાસ

    દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારીએ રી ટ્વિટ કરતા કહ્યું હતું કે આ હિન્દુત્વની શક્તિ છે, અમે હિન્દુ શાંતિથી રહીએ છીએ. અમે ક્યારેય પણ પ્રચાર અને પ્રસાર પર વિશ્વાસ કર્યો નથી. એ જોઈને દુખ થાય છે કે સત્તાના ભૂખ્યા @ArvindKejriwal વોટ માટે હિન્દુઓ સાથે આવો વ્યવહાર કરે છે. આ ટ્વિટને લઈને કેજરીવાલ ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ.



    એક યૂઝરે લખ્યું હતું કે તમે અમારા પવિત્ર પ્રતિકોનું અપમાન કેમ કરી રહ્યા છો? સ્વસ્તિકનો સંબંધ કોઈ રાજનીતિક પાર્ટી સાથે નથી. આ ટ્વિટ સ્પષ્ટ રુપથી દર્શાવે છે કે તમે નબળા અને ખરાબ વ્યક્તિ છો.

    એક અન્ય યૂઝરે લખ્યું છે કે આ હિન્દુ વિરોધી બકવાસ સોશિયલ પ્લેટફોર્મ પર શેર કરવા માટે તમારે કેજરીવાલના સ્તરનું બેશરમ હોવું જરુરી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Swastika Meme, Twitter, અરવિંદ કેજરીવાલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन