Home /News /india /રાજીવ ગાંધીનાં ભારત રત્ન મુદ્દે AAPમાં ઘમસાણ, અલકા લાંબા પાસે માંગ્યુ રાજીનામું

રાજીવ ગાંધીનાં ભારત રત્ન મુદ્દે AAPમાં ઘમસાણ, અલકા લાંબા પાસે માંગ્યુ રાજીનામું

ધારાસભ્ય અલકા લાંબાની ફાઇલ તસવીર

અલકા લાંબાએ આ પ્રસ્તાવ પાસ થવાના સમાચાર સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યા હતા.

આમ આદમી પાર્ટીએ ધારાસભ્ય અલકા લાંબા પાસેથી રાજીનામું લઇ લીધું છે. સૂત્રોએ જણાવ્યું કે તેમનું પ્રાથમિક સભ્યપદ પણ રદ કરી દીધું છે. દિલ્હી વિધાનસભામાં શુક્રવારે રાજીવ ગાંધીનો ભારત રત્ન પાછો લેવાનો પ્રસ્તાવ પાસ થયો છે. આ પ્રસ્તાવનાં વિરોધમાં અલકા લાંબાએ સદનમાંથી વોકઆઉટ કરી લીધું હતું. વોક આઉટ પછી તેમણે કહ્યું હતું કે આનું જે પણ પરિણામ આવશે તે ભોગવવા તૈયાર છું.

અલકા લાંબાએ આ પ્રસ્તાવ પાસ થવાના સમાચાર સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યા હતા. ત્યારબાદ તેમના પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે પછી આમ આદમી પાર્ટીએ આ પ્રસ્તાવમાં યુ-ટર્ન લઇ લીધો હતો.

ચાંદની ચોકથી આમ આદમી પાર્ટી ધારાસભ્યએ કહ્યું, 'મારા વોક આઉટ કર્યા પછી સીએમે મને મેસેજ કર્યો હતો કે હું રાજીનામુ આપું.' ધારાસભ્યનું પદ છોડવા અંગેનાં સવાલ પર તેમણે કહ્યું કે, 'મેં પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીતી છે. પાર્ટી ઇચ્છશે તો હું રાજીનામું આપવા તૈયાર છું.'



લાંબાએ આગળ જણાવ્યું હતું કે , 'રાજીવ ગાંધીએ દેશ માટે ઘણાં બલિદાન આપ્યાં છે અને વિધાનસભામાં મેં તેમનો ભારત રત્ન સન્માન પાછું લેવાનું સમર્થન ન કર્યું. પાર્ટીએ મારી પાસેથી રાજીનામું માંગ્યું છે કારણ કે હું પાર્ટીનાં નિર્ણયની વિરુદ્ધ ગઇ.'

આ પણ વાંચો: દેશનો ખેડૂત કોઈ મફતની ગિફ્ટ નહીં, પોતાનો હક માંગી રહ્યો છે: રાહુલ ગાંધી

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ વિવાદમાં સોમનાથ ભારતી ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી છે. સોમનાથ ભારતીને પાર્ટી પ્રવક્તા પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે. સોમનાથ ભારતીએ દાવો કર્યો હતો કે તેમણે જ આ પ્રસ્તાવ આપ્યો હતો. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે રાજીવ ગાંધીને આપવામાં આવેલો ભારત રત્ન પાછો લઈ લેવો જોઈએ.
First published:

Tags: Bharat Ratna, Resignation, અરવિંદ કેજરીવાલ, અલકા લાંબા, આપ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો