Home /News /india /

અરૂણ જેટલીએ સુરતમાં કહ્યું કોંગ્રેસ ધીમે-ધીમે લુપ્ત થઈ જશે

અરૂણ જેટલીએ સુરતમાં કહ્યું કોંગ્રેસ ધીમે-ધીમે લુપ્ત થઈ જશે

ગુજરાત વિધાનસભાને લઈને હાલમાં કેન્દ્રના બધા જ નેતાઓએ ગુજરાતમાં ધામા નાંખ્યા છે. આજે સુરતમાં મનમોહનસિંહ અને અરૂણ જેટલીએ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. કેન્દ્રિય નાણામંત્રી અરુણ જેટલીએ શનિવારે સુરતમાં પત્રકાર પરિષદ કરી હતી, જેમા તેમણે કોંગ્રેસ પક્ષ પર સીધો હુમલો કર્યો હતો અને કોંગ્રેસને સૌથી ભ્રષ્ટ પક્ષ તરીકે ઓળખાવ્યો હતો. તેમણે આગળ કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષ ધીમે ધીમે લુપ્ત થવાના આરે(નજીક) છે, જ્યારે ભાજપે સ્થિરતા અને વિશ્વસનીયતા જાળવી રાખી છે. જેટલીએ જણાવ્યુ હતું કે, ગુજરાત ભાજપ માટે મહત્વપૂર્ણ છે બીજેપીની સરકાર દરમિયાન ગુજરાતે મોટાપાયે આર્થિક વિકાસ જોયો છે.”


સુરતમાં એક બેઠક પર હાજરી આપતા અરુણ જેટલીએ જણાવ્યુ કે, સ્થિરતા અને સુશાસનની ક્ષમતા માત્ર ભાજપ પાસે છે અને કોંગ્રેસ માત્ર અવસરવાદી છે. તેઓ હંમેશા અરાજકતાનું રાજકારણ કરે છે. વર્ષ 1980 બાદ ફરી કોંગ્રેસ તકવાદનાં રસ્તે નિકળી પડી છે. કોંગ્રેસનાં સમયગાળામાં સૌથી મોટા કૌભાંડ થયાં છે. અરૂણ જેટલીએ આડકતરી રીતે મનમોહનસિંહની સરકારને આજ સુધીની સૌથી ભષ્ટ સરકાર ગણાવી હતી.


ગુજરાત મોડલ પર તેમણે જણાવ્યું હતુ કે, વર્ષ 1980નાં દાયકામાં રાજ્યમાં સામાજીક ધ્રુવીકરણ પ્રબળ હતું. જોકે, ભાજપ સરકારનાં નેતૃત્વમા રાજ્ય વિકાસનાં ટ્રેક પર આવી ગયુ. અમે હાલમાં પણ સતત ગુજરાતને વિકાસનાં માર્ગ પર લઇ જવાના પ્રયાસો કરી રહ્યા છે. તાજેતરના વિશ્વ રેંકિંગનો ઉલ્લેખ કરતા જેટલીએ કહ્યું કે, આજે દુનિયાનું સૌથી વધુ FDI ભારતમાં છે અને વર્લ્ડ બેંકનાં રિપોર્ટમાં ભારત 42 અંક ઉપર આવી ગયુ છે. વિશ્વમાં ભારતનો આર્થિક વિકાસ ઝડપથી વધી રહ્યો છે.”

First published:

Tags: Arun jaitly, Assembly election 2017, Gujarat Election 2017, કોંગ્રેસ

આગામી સમાચાર